માતાના મઢને જ બનાવ્યું જૂગારધામ, 20 ઝડપાયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતાના મઢને જ બનાવ્યું જૂગારધામ, 20 ઝડપાયા ૧૧ મોબાઇલ અને રોકડ રકમ મળી કુલ રૂ. ૧૮૩૨૦નો મુદ્દામાલ જપ્ત હારિજમાં એક મંદિરના ઓથા હેઠળ ચાલતા જુગારધામ પર બુધવારે સવારે પૂર્વ બાતમીના આધારે એલસીબી અને એસઓજી પોલીસે સયુંકત રેડ કરી ૨૦ શખ્સને રોકડ રકમ અને ૧૧ મોબાઇલ મળી કુલ રૂ. ૧૮૩૨૦નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, જિલ્લા પોલીસ વડાને હારિજમાં અસામાજિક પ્રવૃત્તિ ડામવાની રજૂઆતને પગલે પોલીસે રેડ કરતા જુગારીઓમાં ફફડાટ પ્રસર્યો હતો. હારિજ શહેરના ઠાકોરવાસમાં આવેલ મોકલ માતાજીના મઢમાં જુગારધામ ચાલતુ હોવાની પાટણ એલસીબીને જાણ થતાં પીએસઆઇ એ.કે. ક્લાસવાએ પોલીસ સ્ટાફ સાથે એકાએક બુધવારે સવારે ૧૦-પ કલાકે રેડ કરી હતી. પોલીસને નજર સમક્ષ જોતાની સાથે જ જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જો કે, પોલીસે બનાવ સ્થળેથી ર૦ આરોપીઓને ૧૧ મોબાઇલ ફોન, રોકડ રૂ.૯પ૨૦ મળી કુલ રૂ. ૧૮૩૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે હારિજ પોલીસ મથકે તમામ ઝડપાયેલ શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ હતી.