ચલો હવે તો કોંગ્રેસને સમજાશે કે ‘POTA’ જેવા કાયદા દૂર કરીને તેણે મુર્ખામી કરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસ રેલી પર છત્તીસગઢમાં હુમલા અંગે નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત અને આક્રોશ વ્યક્ત કર્યો

છત્તીસગઢમાં કોંગ્રેસી રેલી પર થયેલો ભયાનક હુમલાએ લોકશાહી પરનો હુમલો છે. હવે આતંકવાદ અને નકસલવાદ વિરૂદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાનો સમય પાકી ગયો છે. ટ્વિટર પર નરેન્દ્ર મોદીએ આમ જણાવ્યું.

તેમણે મૃતકોના કુટુંબીઓને દિલાસો આપીને ફરજપ્રત્ય માટે કુરબાન થયેલા પોલીસને સલામ કરીને ઘાયલો ઝડપથી સાજા થઈ જાય એવી પ્રાર્થના કરી.તેમણે વિનંતી કરી કે આ સમયે આપણે રાષ્ટ્ર સાથે ઊભા રહીને લોકશાહી પર ખતરા સામે લડવાની પ્રતિજ્ઞા કરીએ.

મોદીની સાથે આ હુમલા અંગે ટ્વિટર પર ઘણાએ ઘૃણાજન્ય હુમલા વિશે આક્રોશ વ્યક્ત કર્યો છે.
શ્રીધરને ટ્વિટ કર્યું છે કે ‘ચલો આ હુમલાથી હવે કોંગ્રેસને જરૂર સમજાશે કે ભાજપ સરકારે લાવેલા ‘પોટા’ જેવા કાયદા દૂર કરીને તેણે મુર્ખામી કરી છે.’

તો શાંતિમય બાસુ હ્યુમન રાઈટ્સ કાર્યકરો પ્રત્યે રોષ વ્યક્ત કરતા કહે છે કે ‘કહેવાતા હ્યુમન રાઈટ્સ કાર્યકરો ક્યાં છે જે હંમેશા સરકાર દ્વારા નકસલીયો વિરૂદ્ધ લેવાતા પગલાંઓમાં ખામીઓ શોધે છે. શું નિર્દોષ લોકોના જીવન અને તેમની સંપત્તિની કંઈ કિંમત નથી? નકસલીઓના આ શુભચિંતકો આવી ઘટનામાં સંપૂર્ણ રીતે સરખા જવાબદાર છે.’