ન્યૂયોર્ક : શું તમે વિચારી શકો છો કે માર્ક ઝુકરબર્ગ અને નેમાર એક સાથે ફૂટબોલ રમી શકે છે ? શું તમે વિચારી શકો છો કે ઝુકરબર્ગ બ્રાઝિલના આ સ્ટારને ફૂટબોલમાં પડકાર આપી શકે છે? પરંતુ આ થવાનું છે. ફેસબુકના સંસ્થાપકે નેમારને પોતાની સાથે ફૂટબોલ રમવાનો પડકાર આપ્યો છે. પરંતુ તેમાં થોડું ટ્વિસ્ટ પણ છે. નેમારને આ મેદાન પર નહીં પરંતુ મોબાઇલ પર રમવાનું છે. તેણે માર્કનો પડકાર સ્વીકારી લીધો છે. હવે જોવાનું એ છે કે આ ફૂટબોલની રમત કોણ જીતી શકશે ? ફિલ્ડ પર રમનારો કે ઓનલાઇન રમનારો?
ફેસબુકના સંસ્થાપકે બ્રાઝિલના સ્ટારને પોતાની સાથે વર્ચ્યુઅલ ફૂટબોલ રમવાનો પડકાર આપ્યો
ઝુકરબર્ગે પોતાના ફેસબુક પેજ પર વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં તેણે નેમારને પોતાની સાથે કીપી અપ્સ ગેમ્સ રમવાનો પડકાર આપ્યો છે. પરંતુ મોબાઇલ પર. આ એક પ્રકારથી વર્ચ્યુઅલ ફૂટબોલ છે. કીપી અપ્સ ગેમમાં ખેલાડીને પોતાની શરીરના કોઇ પણ ભાગથી ફૂટબોલને ઊછાળવાનો હોય છે. જો બોલ જમીન પર પડી જાય છે તો ખેલાડી આઉટ થઇ જાય છે. ખેલાડી હાથોનો ઉપયોગ કરી શકતો નથી. પરંતુ વર્ચ્યુઅલમાં ફક્ત અંગૂઠાનો જ ઉપયોગ થાય છે. સ્ક્રીન પર અંગૂઠાને સ્ક્રોલ કરીને આ ગેમ રમવાની હોય છે. જે ખેલાડીનો બોલ પહેલા જમીન પર પડી જશે, તે આઉટ થઇ જશે. નેમાર માટે આ ગેમ થોડી મુશ્કેલ સાબિત થઇ શકે છે. માર્ક તેને હરાવી પણ શકે છે. કારણ કે નેમાર તો ફિલ્ડનો માસ્ટર છે.
જ્યારે માર્કે આ ગેમ લોન્ચ કરી છે. તે એમાં 37 પોઇન્ટ્સ પણ બનાવી ચૂક્યો છે. ઝુકરબર્ગે ગયા મહિને યુરો કપ અને કોપા અમેરિકા કપના ક્રેઝને જોતા ફેસબુક મેસેન્જર એપ પર આ ગેમ લોન્ચ કરી હતી. આ ગેમ એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પર ચાલી શકે છે. ગેમ રમવા માટે યુઝર ફૂટબોલ ઇમોજીને બીજા યુઝરને મોકલે છે. એપ ઇન્સ્ટોલ થયા બાદ આઇકોન પર ટેપ કરીને રમતની શરૂઆત થાય છે.