ઝહીર-સાગરીકાની સંગીત પાર્ટી,સચિન-સેહવાગ સહિતના ક્રિકેટર્સ રહ્યાં હાજર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને બોલિવુડ અભિનેત્રી સાગરીકા ઘાટગે સાથે 23 નવેમ્બરે લગ્ન કર્યા હતા. આ લગ્ન બાદ રવિવારે સંગીત પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું. મુંબઇના લોવર પરેલમાં સંગીત પાર્ટીમાં સચિન તેંડુલકર સહિતના ક્રિકેટર્સ હાજર રહ્યાં હતા. દિગ્ગજ પત્રકાર અયાજ મેનન પણ આ પાર્ટીમાં હાજર રહ્યાં હતા, મેનને ટ્વિટર હેન્ડલ પર ઝહીર અને સાગરીકાની સચિન સાથેની એક તસવીર શેર કરતા લખ્યુ, ડીજે ઘણુ ઝડપી થઇ ગયુ જ્યારે સચિન તેંડુલકરે પાર્ટીમાં એન્ટ્રી કરી હતી. વિરેન્દ્ર સેહવાગ પણ આ પાર્ટીમાં હાજર રહ્યો હતો. સાથે આશિષ નેહરા, યુવરાજ સિંહ અને હેઝલ કીચ પણ સંગીત પાર્ટીમાં હાજર રહ્યાં હતા.

 

આગળની સ્લાઇડમાં જુઓ, ઝહીર ખાન અને સાગરીકાની સંગીત પાર્ટીની અંદરની વધુ તસવીરો....

અન્ય સમાચારો પણ છે...