તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લગ્ન બાદ ઝહીરનું પ્રથમ ફોટોશૂટ, ગ્લેમરસ અંદાજમાં જોવા મળી સાગરીકા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્કઃ ઝહીર ખાન અને તેની પત્ની સાગરિકા ઘાટગે ફેશન મેગેઝીન હાર્પર બજારના કવરપેજ પર જોવા મળ્યા છે. બંને મેગેઝીનના જસ્ટ મેરિડ માટે એડિશન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. બંનેએ 23 નવેમ્બરના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. જે પછી સંગીત અને મહેંદી સેરેમની તથા ડાન્સ નાઈટ અને કોકેટેલ પાર્ટી પણ યોજાઈ હતી. અંતે 27 નવેમ્બરના રોજ મુંબઈમાં કપલે ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કર્યું હતું. 

 

 

 

હોલિડે પર ગયા હતા લંડન...


- ઝહીર ખાન અને સાગરિકા ઓક્ટોબર અંતમાં હોલિડે પર લંડન ગયા હતા. તે સમયે જ આ ફોટોશૂટ થયું હતું. જે હવે રિલીઝ કરવામાં આવ્યું છે.
- મેગેઝીનના ડિસેમ્બર 2017ના જસ્ટ મેરિડ ઈશ્યૂ માટે ફોટોશૂટ કરાવવામાં આવ્યું હતું.
- ઝહીર અને સાગરિકાએ પોતાની રિલેશનશિપની જાહેરાત આઈપીએલ 2017 દરમિયાન કરી હતી. જે પછી બંનેએ સગાઈ કરી હતી.

 

(આગળની સ્લાઈડ્સમાં જુઓ ફોટોશૂટ અને અન્ય સંબંધિત તસવીરો......)