યુવીના લગ્ન પહેલા માતાએ નિભાવી વિધિ, માથે રાખી દીવાની માટલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચંદીગઢ : યુવરાજ સિંહ અને હેઝલ કીચ આજે લગ્નના તાંતણે બંધાઈ ગયા છે. બુધવારે ફતેહગઢ સાહિબમાં આનંદ કારજની વિધિ થઈ હતી. યુવરાજ-હેઝલના લગ્ન માટે ગુરુદ્વારાને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. યુવી અને હેઝલે ચંદીગઢથી 40 કિલોમીટર દૂર દફેડા સાહિબ ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. લગ્નમાં મિત્રો અને સગા સંબંધીઓ હાજર રહ્યા હતા. યુવરાજ અને હેઝલ હવે 2 ડિસેમ્બરે ગોવામાં હિન્દુ વિધિથી લગ્ન કરશે.
પંજાબી લૂકમાં જોવા મળી હેઝલ
- હેઝલે પોતાનો ડ્રેસ પંજાબી લૂકમાં તૈયાર કરાવ્યો હતો.
- યુવરાજ અને હેઝલના લગ્નના કારણે ઘણી સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.
લગ્ન પહેલા યોજાઈ વિધિ
- ચંદીગઢની હોટલ ધ લલિતમાં લગ્ન પહેલાની વિધિ યોજાઈ હતી.
- મહેંદી પછી ‘જાગોની વિધિ’ યોજાઈ હતી. જે યુવરાજની માતા શબનમ સિંહે પુરી કરી હતી.
- આ દરમિયાન શબનમે માથે જ્વલિત દીવાની માટલી રાખી હતી.
- આ વિધિ સમયે ડીજેની ધૂન સાથે સંબંધીઓ આસપાસ ડાન્સ કરતા હતા.
-આ દરમિયાન યુવરાજનો પરિવાર એકસાથે જોવા મળ્યો હતો.
શું છે ‘જાગોની વિધિ’
- લગ્ન પહેલા ‘જાગોની વિધિ’કરવામાં આવે છે.
- આ વિધિમાં કળશ ઉપર રહેલા દિવામાં પડોશીઓ તેલ નાખે છે.
2 ડિસેમ્બર - ગોવામાં થશે બીજા લગ્ન

- હેઝલ કીચની માતા હિન્દુ છે. તેથી ગોવામાં હિન્દુ રિત રિવાજથી ફરી લગ્ન થશે.
- આ લગ્ન ગોવાના ફાર્મ હાઉસમાં થશે, જેમાં ફેમિલી ફ્રેન્ડ અને સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યા છે.
5 ડિસેમ્બર - દિલ્હીમાં સંગીત સેરેમની


- ગોવામાં બીજા લગ્ન પછી આ કપલ દિલ્હી પહોંચશે, જ્યાં બે ઇવેન્ટ્સ થશે.
- 5 ડિસેમ્બરે સંગીત સેરેમની યોજાશે, જેની તૈયારી બોલિવૂ઼ડની ફેમસ કોરિયોગ્રાફર ફરાહ ખાને કરી છે.
7 ડિસેમ્બર - દિલ્હીમાં યોજાશે ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન

- દિલ્હીની ITC મૌર્ય હોટલમાં ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન યોજાશે.
- જેમાં પીએમ નરેન્દ્ર મોદી , બોલિવૂડ, ક્રિકેટ અને બિઝનેસ વર્લ્ડના ઘણા દિગ્ગજો હાજર રહશે.
સંગીત સેરેમનીમાં હાજર રહી ટીમ ઇન્ડિયા
- મંગળવારે રાત્રે યુવરાજ-હેઝલની સંગીત સેરેમની યોજાઈ હતી.
- જેમાં કેપ્ટન વિરાટ કોહલી અને કોચ અનિલ કુંબલે સહિત ટીમ ઇન્ડિયા પ્લેયર્સ હાજર રહ્યા હતા.
- સંગીત સેરેમનીમાં સિંગર રંજીત બાવાએ પંજાબી ગીતોની રમઝટ બોલાવી હતી.
- આ દરમિયાન વિરાટ ડાન્સ ફ્લોર પર પહોંચ્યો હતો.
- વિરાટે ઘણો સમય સિંગર રંજીત બાવા સાથે ડાન્સ કર્યો હતો.
- યુવરાજ પણ સિંગર સાથે ગીત ગાવા લાગ્યો હતો.
આગળની સ્લાઇડમાં જુઓ, યુવરાજ-હેઝલના લગ્ન સંબંધિત તસવીરો...
અન્ય સમાચારો પણ છે...