તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ છે યુવરાજની ભત્રીજીઓ, પોતાની આન્ટી હેઝલને શીખવાડે છે પંજાબી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચંદીગઢ : ક્રિકેટર યુવરાજ સિંહ બુધવારે અત્રિનેત્રી હેઝલ કીચ સાથે લગ્ન કરશે. લગ્નની તૈયારીઓ પુરી થઈ ગઈ છે. શીખ ધર્મના રિત રિવાજ પ્રમાણે 30 નવેમ્બરે ચંદીગઢમાં લગ્ન થશે. જ્યારે 2 ડિસેમ્બરે હિન્દુ રિવાજ પ્રમાણે લગ્ન થશે. લગ્ન પહેલા divyabhaskar.comએ યુવરાજની ભત્રીજીઓની મુલાકાત કરી હતી, જેમણે લગ્ન સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી હતી.
યુવરાજની 7 વર્ષની ભત્રીજી અની ઘણી ઉત્સાહિત
- યુવરાજની 7 વર્ષની ભત્રીજી અની ઘણી ઉત્સાહિત છે. તે પોતાની આન્ટી હેઝલને પંજાબી શીખવાડે છે.
- હેઝલ જ્યારે પંજાબીમાં શબ્દો બોલે ત્યારે ઘણી સારી લાગે છે. અનીએ લગ્ન માટે ચાર ડ્રેસ લીધા છે.
- આન્ટી હેઝલે કહ્યું છે કે 29 નવેમ્બરે મહેંદી સેરેમનીના દિવસે પ્રિન્સેસ જેવી ડ્રેસ પહેરજે. આથી મે ગોલ્ડન અને રેડ શેડની ડ્રેસ ખરીદી છે.
- અનીના મતે યુવી અંકલ જ્યારે પણ આવે છે ત્યારે ચોકલેટ લઈને આવે છે અને કહે છે તે લે તારો ટેક્સ, મને બાબા જીના દર્શન કરવા દે.
મારા અંકલના નહીં, એક મિત્રના છે લગ્ન
- લો કરી રહેલી ગુરતીરથ કૌર જણાવે છે કે તે 6 વર્ષની હતી કે ત્યારે યુવરાજને પ્રથમ વખત મળી હતી, ત્યારે મને ખભે બેસાડી ફેરવતા હતા. પ્રેમથી મને ગુન્ની કહે છે. મિસ એફબી પણ કહે છે.
- આ મારા અંકલના નહીં મારા મિત્રના લગ્ન છે. હંમેશા ફોન પર પુછે છે કે લગ્નની તૈયારીઓ કેવી ચાલી રહી છે. એ પણ કહે છે કે તું જે પણ પહેરીશ સુંદર લાગીશ.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, યુવરાજની ભત્રીજી અને પરિવારની તસવીરો..........