યુસુફ પઠાણ થયો 32 વર્ષનો, જુઓ મેદાન બહારની ખાસ તસવીરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ ફોટો :આઈપીએલના એક કાર્યક્રમમાં રાજસ્થાન રોયલ્સની સહ માલિક શિલ્પા શેટ્ટી સાથે યુસુફ પઠાણ.)
અમદાવાદ : ભારતના સ્ટાર આક્રમક બેટ્સમેન યુસુફ પઠાણનો આજે (17 નવેમ્બર, 1982)જન્મ દિવસ છે. યુસફ પઠાણનો જન્મ ગુજરાતના વડોદરા શહેરમાં થયો હતો. એકસમયે પોતાના પરિવાર સાથે વડોદરાની એક મસ્જિદ પાછળ નાના ઘરમાં રહેનાર આ ખેલાડી આજે કરોડોનો માલિક બની ગયો છે. યુસુફે પાકિસ્તાન સામે 2008માં વન-ડે ડેબ્યું કર્યું હતું. અંતિમ વન-ડે પણ પાકિસ્તાન સામે 2012માં રમ્યો હતો.
પિતા સાથે કરતો હતો મસ્જિદની સાફ સફાઇ

યૂસુફ અને ઇરફાન પોતાના પિતા સાથે મળીને મસ્જિદની સાફ સફાઇ કરતો હતો. બાળપણમાં ક્રિકેટ રમવાના ઝનૂને ઇરફાનને સફળતા અપાવી હતી. યૂસુફ અને ઇરફાન જ્યારે બાળપણમાં મસ્જિદની અંદર ક્રિકેટની મહેફિલ જમાવતા હતા ત્યારે તેમની મસ્તીના કારણે પિતા મહેબૂબ ખાને લોકો પાસે માંફી માંગવી પડતી હતી.
ફિઝીયોથેરાપિસ્ટ આફરીન સાથે કર્યા છે નિકાહ
યુસુફ પઠાણે 27 માર્ચ 2013ના રોજ મુંબઈની ફિઝીયોથેરાપિસ્ટ આફરીન સાથે નિકાહ કર્યા હતા. યુસુફ પઠાણના નિકાહમાં બન્ને પરિવારજનોના સંબંધીઓ અને નજીકના મિત્રો હાજરી આપી હતી. નિકાહ બાદ યુસુફ પઠાણના પરિવાર તરફથી વડોદરા ખાતે રિસેપ્શન રાખવામાં આવ્યું છે. જેમાં કોલકાતા નાઇટ રાઈડર્સના કેપ્ટન ગૌતમ ગંભીર સહિત ઘણા ક્રિકેટરો હાજર રહ્યા હતા. યુસુફ-આફરિન એક બાળકના પિતા બની ગયા છે.
ક્રિકેટ કારકિર્દી
57 વન ડે - 810 રન - બેસ્ટ સ્કોર - 123* , વિકેટ - 33
22 ટી-20 - 236 રન, બેસ્ટ સ્કોર - 37*, વિકેટ - 13

આગળ ક્લિક કરો અને જુઓ, યુસફ પઠાણની મેદાન બહારની ખાસ તસવીરો...