તિરૂવનંતપુરમ : કેરલમાં પંપા નદીમાં બોટ પલટી જવાથી ભારતીય ક્રિકેટર કરૂણ નાયરનો જીવ માંડ-માંડ બચ્યો છે. રવિવારે નદીમાં નૌકા દાવતનું આયોજન કરવામાં આવ્યું હતું તે સમયે અચાનક બોટ પલટી ગઈ હતી અને બધા લોકો પાણીમાં પડ્યા હતા. આ બોટમાં ભારતીય ક્રિકેટર સહિત 100 લોકો સવાર હતા. આ ઘટના બાદ બચાવદળની બોટ ત્યાં પહોંચી ગઈ હતી અને મોટા ભાગના લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે હજુ બે વ્યક્તિનો કોઈ પતો નથી.
કરૂણ નાયર મંદિરમાં જતો હતો
- ભારતીય ક્રિકેટર કરૂણ નાયર કેરલના મંદિર અરણમુલાલાના તહેવાર ‘વલ્લા સાડ્યા’માં ભાગ લેવા જતો હતો.
- અરણમુલાલા પોલીસ સ્ટેશનના અધિકારીએ સૌ પહેલા જાણકારી આપી હતી કે આ બોટની અંદર કરૂણ નાયર પણ હતો.
કોણ છે કરૂણ નાયર
- કર્ણાટક તરફથી રમનાર કરૂણ નાયર ઝિમ્બાબ્વે પ્રવાસમાં ભારતીય ટીમનો સભ્ય હતો.
- કરૂણ નાયર ભારત તરફથી 2 આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ રમ્યો છે. જેમાં 46 રન બનાવ્યા છે.
- કરૂણે 2016ના ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ કર્યું હતું.
- કરૂણ આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમે છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, ભારતીય ક્રિકેટર કરૂણ નાયરની અને આ ઘટના સંબંધિત તસવીરો..........