ન્યુ હેવન ઓપન: કેરોલિના વોઝનિયાકીને હરાવી કેમિલા જ્યોર્જી‍નો અપસેટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીતની ખુશી વ્યક્ત કરતી કેમિલા જ્યોર્જી‍ની તસવીર

સમાન્થા સ્ટોસુર બાઉચાર્ડને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી, ફ્લિપકિન્સે વિજય મેળવવા ત્રણ કલાક ૧૧ મિનિટનો સમય લીધો

ન્યૂ હેવન: ત્રીજી ક્રમાંકિત કેનેડાની ઇગેની બાઉચાર્ડ તથા ચાર વખતની ચેમ્પિયન ડેનમાર્કની કેરોલિન વોઝનિયાકી કોનેક્ટિકટ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં હારતા બે મેજર અપસેટ સર્જા‍યા હતા. ઓસ્ટ્રેલિયાની સમાન્થા સ્ટોસુરે બાઉચાર્ડને આસાનીથી ૬-૨, ૬-૨થી હરાવી હતી. વિશ્વમાં આઠમો ક્રમાંક ધરાવતી કેનેડિયન ખેલાડીને પગના સ્નાયુ ખેંચાઇ જતા રમવામાં મુશ્કેલી પડી હતી. અન્ય એક મુકાબલામાં ચોથો ક્રમાંક ધરાવતી વોઝનિયાકીને ઇટાલીની નવોદિત કેમિલાએ ૬-૪, ૬-૨થી પરાજય આપ્યો હતો. વિમેન્સ સિંગલ્સમાં ૨પમો ક્રમાંક ધરાવતી સ્ટોસુરે પોતાની સર્વિ‌સ પર મુખ્યત્વે મોટા ભાગના પોઈન્ટ હાંસલ કર્યા હતા.

ગયા વર્ષના યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમમાં પણ કેમિલાએ વોઝનિયાકીને હરાવી હતી. કેમિલાએ અદ્ભુત ગ્રાઉન્ડ શોટ્સનું પ્રદર્શન કરીને વોઝનિયાકીને સતત બેઝલાઇન પર રમવાની ફરજ પાડી હતી. ૩૭મો ક્રમાંક ધરાવતી કેમિલાએ મેચની પ્રથમ ગેમ તથા બીજા સેટમાં બે વખત હરીફ ખેલાડીની સર્વિ‌સ બ્રેક કરી હતી. ન્યૂ હેવન ટૂર્નામેન્ટમાં સાતમી વખત રમી રહેલી વોઝનિયાકીએ પોતાની પ્રથમ ચાર ટૂર્નામેન્ટમાં ટ્રોફી જીતી હતી અને ૨૦૧૨ તથા ૨૦૧૩ની સેમિફાઇનલમાં પરાજયનો સામનો કર્યો હતો.

ક્વાર્ટર ફાઇનલમાં કેમિલાનો મુકાબલો ગાર્બિ‌ન મુગુરુઝા સામે થશે જેણે ચાઇનીઝ ખેલાડી શૂઇ પેંગને રસાકસી બાદ ૬-૨, ૩-૬, ૬-૩થી પરાજય આપ્યો હતો. બેલ્જિયમની ક્રિસ્ટિન ફ્લિપકેન્સે પ્રથમ સેટ ગુમાવ્યા બાદ વળતો પ્રહાર કરીને જર્મનીની આન્દ્રે પેટકોવિચને ૪-૬, ૭-૬ (૪), ૭-૬ (૬)થી હરાવી હતી. આ મુકાબલો લગભગ ત્રણ કલાક ૧૧ મિનિટ સુધી રમાયો હતો. સ્પર્ધાની અન્ય ક્વાર્ટર ફાઇનલમાં બીજી ક્રમાંકિત પેટ્રા ક્વિટોવા, અમેરિકાની એલિસન રિસ્કે, સ્લોવાકિયાની રાયબેરિકોવા તથા ચેક રિપબ્લિકની ઝાલાવોવા સ્ટ્રાયકોવાએ પ્રવેશ કરી લીધો હતો.

યુએસ ઓપનમાં સેરેના, એન્ડી મરેને ટોચનો ક્રમાંક આ વાંચવા માટે આગળ ક્લિક કરો...