• Gujarati News
  • Women's World Cup 2013: India Pakistan's Prestige Jung

Women's World Cup 2013: ભારત-પાકિસ્તાન વચ્ચે આજે પ્રતિષ્ઠાનો જંગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઇસીસી વિમેન્સ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઇ ગયેલી ભારત અને પાકિસ્તાનની ટીમો ગુરુવારે અહીં સાતમા તથા આઠમા સ્થાન માટે મુકાબલો રમાશે ત્યારે બંને ટીમો વચ્ચે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેશે. બંને ટીમો સુપર-૬માં પ્રવેશ કરી શકી નથી અને મંગળવારે જ વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગઇ હતી. ભારતે ગ્રૂપ-એની તમામ મેચો મુંબઇમાં રમી હતી પરંતુ પાકિસ્તાનની મેચ કટકમાં હોવાથી યજમાન ટીમને કટક જઇને રમવું પડશે. શ્રીલંકા સામે મંગળવારે હાર્યા બાદ ભારતીય ટીમે હવે ચાર વર્ષ બાદ રમાનારા વિમેન્સ વર્લ્ડ કપ માટે કવોલફિાઇંગ તબક્કાની મેચોમાં રમવું પડશે. ઘરઆંગણાનાં મેદાન પર ભારતે પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવીને પોતાના અભિયાનની સંગીન શરૂઆત કરી હતી પરંતુ બેટ્સવુમને ક્ષમતા મુજબનો દેખાવ કરવામાં નિષ્ફળ રહેતાં ભારતે બાકીની બંને મેચ ઇંગ્લેન્ડ તથા શ્રીલંકા સામેની ગુમાવી હતી.

પાકિસ્તાને તેના ગ્રૂપ-બીમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ તથા સાઉથ આફ્રિકા સામેની તમામ ત્રણેય મેચ ગુમાવી હતી. આ મેચમાં પાકિસ્તાનની બેટ્સવુમનનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું. પાકિસ્તાનની ટીમ ત્રણ મેચમાં ૮૪, ૧૦૪, ૮૧ રનનો સ્કોર નોંધાવી શકી હતી. બારાબતી સ્ટેડિયમ ખાતે રમાનારી મેચમાં ભારત અને પાકિસ્તાન બંનેની સામે કેટલીક સમસ્યાઓ છે. ભારતને બોલર્સની તથા પાકિસ્તાનને બેટિંગની ચિંતા છે.

ભારત તરફથી હરમનપ્રીત કૌર, કરુણા જૈન તથા કામિની સિવાય અન્ય કોઇ બેટ્સવુમન બેટ દ્વારા નોંધનીય યોગદાન આપી શકી નથી. પાકિસ્તાન સામેના મુકાબલામાં ભારત વધુ એક વખત તેની ઓપનર પૂનમ રાઉત તથા કામિની પાસેથી મોટી ઇનિંગ્સની આશા રાખશે. ભારત તેની પરંપરાગત હરીફને હળવાશથી લેવાના કોઇ મૂડમાં નથી અને મિતાલી રાજના નેતૃત્વ હેઠળની યજમાન ટીમ પોતાનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરવાનો પ્રયાસ કરશે.

આગળ વાંચો...

બોલર્સનાં પ્રદર્શનથી સ્તબ્ધ છું : મિતાલી