મહિલા રેસલરનો ધમાકો, એક્શન અને અદા જોઈને રહી જશો દંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂયોર્ક. શુ તમને લાગે છે કે પહેલવાની ફક્ત પુરષોનું કામ છે, તો WWEની દિવા કોન્ટેસ્ટ તમારો વિચાર બદલાવી નાખશે. ઓલિમ્પિક ઉપરાંત કોર્મશિયલ પ્રોફેશનલ રેસલિંગમાં પણ મહિલાઓ પોતાનો દમખમ બતાવી રહી છે. તેમની હરિફ પ્લેયરોને પછાડવાની આવડત પુરુષ રેસલર કરતા ઓછી નથી.
હાલમાં જ WWE રોના દિવા કોન્ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની સ્ટાર રેસલર ટેનિલે ડેશવુડે (રિંગનું નામ - એમા) ચેમ્પિયન એલીસિયા ફોક્સને હરાવી હતી. બન્ને મહિલાઓ વચ્ચેની ફાઇટ જોવાલાયક હતી.
આમ થયો ડ્રામા
એલીસિયા ફોક્સ પોતાના ટશનમાં રિંગમાં પહોંચી હતી અને માઇક હાથમાં લઈ મોટી મોટી વાતો કરવા લાગી હતી. આ સમયે પાછળથી એમા આવી હતી એને ફોક્સને થપ્પડ મારી દીધી હતી. જેથી ફોક્સ ગુસ્સે ભરાઈ હતી અને એમાને પકડીને પછાડી દીધી હતી. એમા તેની સામે લાચાર હતી.
એલીસિયાને આટલાથી સંતોષ થયો ન હતો. તેણે એમાને ધક્કો મારી રિંગમાંથી બહાર ફેકી દીધી હતી. ફોક્સ પોતાની જીતનો ઉત્સાહ મનાવવા જઈ રહી ત્યારે પાછળથી એમાએ હુમલો કર્યો હતો. એલિસિયાએ એમા સાથે ગાળા-ગાળી કરી હતી પણ તે બચી શકી ન હતી.
અંતમાં ઓસ્ટ્રેલિયાની એમા વિજેતા બની હતી.
આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, મહિલા રેસલર્સની એક્શન....