તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફ્રેન્ચ ઓપન: નાદાલ ક્લે કોર્ટ ‘કિંગ, સેટોમાં 6-2, 6-3, 6-1થી પરાજય આપ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેરિસ: ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં રાફેલ નાદાલે  સ્ટેન વાવરિંકાને પરાજય આપી ટાઈટલ પોતાના નામે કર્યું હતું. નાદાલે વાવરિંકાને સીધા સેટોમાં 6-2, 6-3, 6-1થી પરાજય આપ્યો હતો. આ નાદાલની કારકિર્દીનો 15મો ગ્રાન્ડ સ્લેમ હતો. આ રીતે એક જ ગ્રાન્ડ સ્લેમ 10 વખત જીતનાર નાદાલ વર્લ્ડનો પ્રથમ ખેલાડી બની ગયો છે. જ્યારે વાવરિંકા પોતાનો ચોથું ગ્રાન્ડ સ્લેમ અને બીજું ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીતવાથી ચૂક્યો હતો. નાદાલે પોતાનું પહેલું ફ્રેન્ચ ઓપન ટાઈટલ 2005માં જીત્યું હતું. 

જ્યારે આ ટાઈટલ પહેલાં તેણે 2014માં ફ્રેન્ચ ઓપન પર કબજો કર્યો હતો. આ રીતે બે વર્ષ બાદ ફ્રેન્ચ ઓપનનું ટાઈટલ જીત્યો હતો.વાવરિંકા 2015માં ફ્રેન્ચ ઓપનનું ટાઈટલ જીત્યું હતું. ફ્રેન્ચ ઓપનમાં નાદાલની બાદશાહત એવી છે કે 2005 બાદ માત્ર 2016માં નોવાક જોકોવિચ, 2009માં રોજર ફેડરર અને 2015માં વાવરિંકા જ પેરિસમાં મેન્સ સિંગલ્સનું ટાઈટલ જીતી શક્યાં હતા.

સામ્પ્રસનો રેકોર્ડ તોડ્યો
ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયન બનતાની સાથે જ રાફેલ નાદાલે મેન્સ સિંગલ્સમાં  15મું ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કર્યું હતું. આ સાથે તેણે અમેરિકાના પૂર્વ દિગ્ગજ ટેનિસ ખેલાડી પીટ સામ્પ્રસ 14 ગ્રાન્ડસ્લેમનો રેકોર્ડ તોડ્યો હતો. મેન્સ સિંગલ્સમાં સૌથી વધારે ગ્રાન્ડસ્લેમ જીતવાની યાદીમાં બીજા ક્રમે આવી ગયો છે. રોજર ફેડરર 18 ગ્રાન્ડસ્લેમ સાથે સૌથી મોખરે છે.
 
રાફેલ નાદાલના 15 ગ્રાન્ડસ્લેમ
10 ફ્રેન્ચ ઓપન:  2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 
1 ઓસ્ટ્રેલિયન ઓપન: 2009
2 વિમ્બલડન:  2008, 2010, 
2 યુએસ ઓપન: 2010, 2013
અન્ય સમાચારો પણ છે...