તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5 ઘટના જ્યારે સચિન થયો ગુસ્સે, ગાંગુલીને કહ્યું- સુધરી જા ન'તો ઘરે મોકલીશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત રત્નથી સન્માનિત પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે પૃષ્ટી કરી છે કે મસૂરીના લેન્ડોરમાં એક પ્રોપર્ટી સાથે જોડાયેલા વિવાદના સીલસીલામાં તે સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરને મળ્યો હતો. આ પ્રોપર્ટી તેના મિત્રની છે. જેને લઇને વિવાદ ઉભો થયો છે. સચિન હંમેશા મેદાનમાં શાંત જ જોવા મળ્યો છે પરંતુ અમે આ પેકેજમાં તમને માસ્ટર બ્લાસ્ટર જ્યારે ગુસ્સે થયો ત્યારે શું થયુ તે વિવાદ વિશે જણાવી રહ્યાં છીએ.
જ્યારે સચિન ગાંગુલી પર થયો ગુસ્સે
- 1997માં કેરેબિયન પ્રવાસ દરમિયાન તત્કાલીન કેપ્ટન સચિન તેંડુલકર ટીમના ખેલાડીઓથી નારાજ હતો. તેને ગાંગુલીને વચ્ચે જ પ્રવાસમાંથી ઘરે મોકલી દેવાની ચેતવણી આપી હતી.
- બારબાડોસમાં ત્રીજી મેચ બાદની ઘટના છે. આ મુકાબલામાં વેસ્ટ ઇન્ડિઝે ભારતને 38 રને પરાજય આપ્યો હતો. મુશ્કેલ પિચ પર 120 રનના પડકારનો પીછો કરતા ભારતીય ટીમ માત્ર 81 રનમાં જ ઓલ આઉટ થઇ ગઇ હતી.
- ગાંગુલીએ તેનો ખુલાસો પોતાના આર્ટિકલ ‘માય ફોલ્ટ એક્ચુઅલી’માં કરી હતી. તે આગળ લખે છે, “ સચિન ઘણો નિરાશ હતો અને સાથી ખેલાડીઓ પર પણ ગુસ્સે થયો હતો. મૂડ બદલવા માટે મે તેને પૂછ્યુ કે તમે જણાવો હું શું કરૂ. સચિનનો જવાબ હતો, “કાલે સવારે દોડવા જાઓ.”

આ ડર મારી અંદર જુસ્સો લાવવા માટે ઘણો હતો

- ગાંગુલીએ આગળ લખ્યુ, “હવે આ વાર્તાને જણાવવાનો સમય આવી ગયો છે. જ્યારે સચિનને માલુમ પડ્યુ કે હું આગળના દિવસે સવારે દોડવા નથી ગયો તો તે ગુસ્સે ભરાયો હતો. તેને મારી સાથે એવી ભાષામાં વાત કરી જેને લખી શકાય તેમ નથી.
- સચિને જણાવ્યુ કે તે મને પ્રવાસ વચ્ચે જ ઘરે મોકલી દેશે અને હું મારા વલણને નહી સુધારૂ તો મારી કારકિર્દી ખતમ થઇ જશે.
- ઘરે મોકલવાનો ડર મારી અંદર જુસ્સો લાવવા માટે ઘણો હતો. હું ક્યારેય કોઇ રેકોર્ડ ન તોડી શકતો પરંતુ આગળના દિવસે મે પૂરા દિલથી પરિશ્રમ કર્યો હતો.”
આગળની સ્લાઈડ્સમાં જુઓ, જ્યારે ચેપલ પર ગુસ્સે થયો સચિન...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો