બેન, બ્રાવોની મદદથી વિન્ડીઝની મજબૂત પકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-પ્રથમ ટેસ્ટ | વેસ્ટ ઈન્ડીઝે પ્રથમ ઈનિંગ્સ 7/484 રને ડિકલેર કરી, બાંગ્લાદેશનો પહેલો દાવ 182 રનમાં સમેટાયો, બેનની પાંચ વિકેટ

કિંગ્સટાઉન: સુલેમાન બેને પાંચ વિકેટ અને ડેરેન બ્રાવોના પાંચ કેચની મદદથી વેસ્ટ ઈન્ડીઝે બાંગ્લાદેશનો પહેલો દાવ માત્ર 182 રનમાં સમેટી દઈને સેન્ટ વિન્સેન્ટ ખાતે એનોર્સ વાલે સ્ટેડિયમ પર ટેસ્ટના ત્રીજા દિવસની રમતના અંતે પ્રથમ ઈનિંગ્સની 302 રનની સરસાઈ મેળવી લીધી હતી.યજમાન ટીમે દિવસની 80 મિનિટ બાદ સાત વિકેટે 484 રને તેનો પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો.બાંગ્લાદેશ તરફથી માત્ર મોમીનુલ હક્ક (51) અને સુકાની મુસફિકર રહીમ (48*)એ જ વિન્ડીઝના બોલરોની ઝીંક ઝીલી હતી.પ્રવાસી ટીમ પેસ બોલર બેન અને બ્લેકવૂડ (2/14)એ પ્રવાસી ટીમના ટોચના ક્રમને ધરાશાયી કરી દીધું હતું. બેને ઈનિંગ્સમાં ૩૯ રનમાં પાંચ વિકેટ લીધી હતી જેમાં છેલ્લે અલ-અમીન હસેને બ્રાવોના સલામત હાથમાં ઝીલાવ્યો હતો. બ્રાવો વિન્ડીઝનો બીજો ફિલ્ડર બન્યો હતો કે જેણે એક ઈનિંગ્સમાં પાંચ કેચ ઝડપ્યા હતા.

અગાઉ ડેરેન સામીએ ભારત સામે મુંબઈમાં 2013માં આ સિદ્ધિ મેળવી હતી.બાંગ્લાદેશની છેલ્લી વિકેટ રમતના અંત જ પડી હતી કે જે સાથે મંગળવારે વિન્ડીઝની ટીમ તેઓને ફોલોઅન કરશે કે નહિ એ નક્કી કરશે. દિવસની રમતના પહેલા સત્રમાં રોચ અને ટેલરે બે વિકેટ ખેરવી દીધા બાદ મોમીનુલ અને રહેમાને (35) એ પ્રવાસી ટીમ માટે સારી લડત આપી હતી. અને ત્રીજી વિકેટની ભાગીદારીમાં 68 રન ઉમેર્યા હતા. જોકે શમસૂર બેનના બોલે અને મોમીનુલ ટી પહેલાના છેલ્લા બોલે 51 રન કરીને આઉટ થઈ ગયો હતો તેને ગેબ્રીયલે વિકેટની પાછળ ઝીલાવ્યો હતો.ત્યાર બાદ એક માત્ર મુસફિકરે એકલાએ જ વિન્ડીઝના બોલરોની ઝીંક ઝીલી હતી.