તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • West Indies Celebrates Kemer Roach Birth Day After Beating India In Tri Series 2013

ચેમ્પિયન ધોનીસેનાને પછાડી વિન્ડીઝે આ અંદાજમાં કરી ઉજવણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ત્રિકોણીય શ્રેણીમાં પોતાની પ્રથમ મેચમાં જ ભારતને વેસ્ટ ઈન્ડીઝ સામે રોમાંચક મેચમાં એક વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો. ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 229 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વિન્ડીઝે 47.4 ઓવરમાં 9 વિકેટે ગુમાવીને મેચ જીતી લીધી હતી.

આમ તો આ મેચનો હીરો આક્રમક ઓપનર જોન્સન ચાર્લ્સ રહ્યો કે જેણે મુશ્કેલ પરિસ્થિતિમાં આક્રમક બેટિંગ કરતા 97 રન બનાવ્યા હતા જ્યારે ડેરેન બ્રાવોએ પણ 55 રનની ઈનિંગ્સ રમી હતી. પરંતુ વિન્ડીઝના બોલરોએ પણ ઘાતક પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને ઓછા સ્કોરમાં જ બાંધી રાખ્યા હતા.

આ મેચનો બીજો હીરો રહ્યો ઝડપી બોલર કેમર રોચ. તેણે જ શિખર ધવનને સસ્તામાં આઉટ કરીને ટીમને મોટી સફળતા અપાવી હતી. કેમ કે હાલમાં ધવન શાનદાર ફોર્મમાં છે અને તેનું આઉટ થવું ભારત માટે મોટો ફટકો હતો. આ ઉપરાંત તેણે સુરેશ રૈનાની પણ મહત્વની વિકેટ લીધી હતી.

જોકે, ભારતની હાર બાદ વિન્ડીઝે ધમાકેદાર ઉજવણી કરી હતી અને તે માટે તેમની પાસે બે મહત્વના પ્રસંગ હતા.

આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ કેવી રીતે વિન્ડીઝે કરી ઉજવણી અને બીજો કયો ખાસ પ્રસંગ હતો તેમની ટીમ માટે.....