• Gujarati News
  • Watson Pollard Will Be Center Of Attraction Mumbai Vs Rajasthan IPL 2013

પોલાર્ડ વિ. વોટસનનો જંગ, પૂણે સામે કોલકાતા ફેવરિટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે પોલાર્ડ વિ. વોટસનનો મુકાબલો
સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રોમાંચક વિજય મેળવ્યા બાદ મુંબઇ ઇન્ડિયન્સની ટીમ અહીં બુધવારે રમાનારા આઇપીએલના મુકાબલામાં રાજસ્થાન સામે ટકરાશે ત્યારે તમામની નજર વિદેશના બે ખેલાડીઓ શેન વોટસન તથા કિરોન પોલાર્ડ પર રહેશે.
આ બંને બેટસમેન પોતાની ક્ષમતાના આધારે હારની બાજી ફેરવીને પોતાની ટીમને વિજય અપાવી શકે છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઇની ટીમ હજુ સુધી એક પણ મેચ હારી નથી અને રાજસ્થાન સામે તે પોતાનો આ સિલસિલો જારી રાખવાનો પ્રયાસ કરશે. સોની મેક્સ પર રાત્રે ૮:૦૦ કલાકે પ્રસારણ કરાશે.
પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેલી મુંબઇ તથા આત્મવિશ્વાસથી સભર રાજસ્થાન વચ્ચેનો આ મુકાબલો પ્રેક્ષકો માટે પણ યાદગાર બની રહે તેવી સંભાવના છે. જો આ મેચ મુંબઇ જીતશે તો તે પ્લે ઓફમાં પોતાનું સ્થાન નિ‌શ્ચિ‌ત કરવા ઉપરાંત ટોચની બે ટીમોમાં સામેલ રહેશે.