B'DAY: વકાર એક અકસ્માતમાં થયો હતો અપંગ, છતા ઝડપી 1600 વિકેટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો : પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનિસ.)
નવી દિલ્હી : પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર વકાર યૂનિસ 16 ઓક્ટોબરના રોજ પોતાનો 43મો જન્મ દિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. એક સમય હતો જ્યારે દિગ્ગજ બેટ્સમેનો પણ વકારની યોર્કર બોલ સામે ડરનો અનુભવ કરતા હતા. ઝડપની સાથે મિડલ સ્ટંમ્પ ઉપર પડનાર બોલ બેટ્સમેનને ચકમો આપી ક્લીનબોલ્ડ કરી દેતી હતી. જે વકારે પોતાની કારકિર્દીમાં 1600થી વધારે વિકેટો ઝડપી છે, તે બાળપણમાં એક અકસ્માતમાં અપંગ થઈ ગયો હતો. વકાર હાલ પાકિસ્તાની ક્રિકેટ ટીમના કોચની ભૂમિકામાં છે.
એક અકસ્માતે બનાવ્યો અપંગ
વાત એ વખતની છે જ્યારે વકારે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ન હતું. પાકિસ્તાનના વેહારી વિસ્તારમાં રહેનાર વકાર એક નહેરને પાર કરવા માટે કુદકો લગાવતો હતો. આ સમયે તેનું બેલેન્સ બગડી ગયું હતુ અને તે નહેરમાં પડ્યો હતો. નહેર વધારે ઉંડી ન હતી પણ વકાર એ રીતે પડ્યો કે તેના ડાબા હાથની ટચલી આંગળીએ ઈજા પહોંચી હતી. વકારની ઈજા ઘણી હતી જેથી ડોક્ટરે તેની આંગળીની સર્જરી કરી અને કાપી નાખી હતી.

આ અકસ્માત પછી પણ વકાર હિંમત હાર્યો ન હતો અને તેને ફરી રમવાનું શરૂ કર્યું હતું. વકારે ફર્સ્ટ ક્લાસમાં 956 અને સીમિત ઓવર ક્રિકેટમાં 674 વિકેટ ઝડપી હતી.

વકારના જીવન સાથે જોડાયેલા ફેક્ટ.
- વકારનો જન્મ પાકિસ્તાનમાં આવેલા પંજાબના વેહારીમાં જાટ મુસ્લિમ પરિવારમાં થયો હતો.
- વકારના પિતા સંયુક્ત અરબ અમિરાતમાં કોન્ટ્રાક્ટર વર્કર હતા. જેથી વકારે સ્કુલનો અભ્યાસ શારજાહના પાકિસ્તાની કોલેજમા કરી હતી.
- ટીનેજમાં વકાર શારજાહ છોડી પાકિસ્તાન આવી ગયો હતો. આ નિર્ણય ક્રિકેટમાં કારકિર્દી બનાવવા લીધો હતો.
- વકારની પત્ની ફરયલ ઓસ્ટ્રેલિયાની રહેવાસી છે. ફરયલ અને વકારના બે બાળકો છે. પુત્ર અજાન અને પુત્રી માયરા.
- વકાર પોતાના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં રહે છે.
- વકારના ટેલેન્ટની પહેચાન સૌ પ્રથમ ઇમરાન ખાને કરી હતી.
- વકારે ટેસ્ટ ડેબ્યું સચિન તેંડુલકરની સાથે 15 નવેમ્બર 1989ના રોજ કર્યું હતું. આ મેચની પ્રથમ ઇનિંગ્સમાં વકારે સચિનને ક્લીનબોલ્ડ કર્યો હતો. આઉટ થયા પહેલા સચિનને વકારે ઈજાગ્રસ્ત પણ કર્યો હતો.
- 19 ડિસેમ્બર 1994માં ન્યૂઝીલેન્ડ સામેની વન-ડેમાં વકારે હેટ્રિક ઝડપી હતી.
આગળ ક્લિક કરો અને જુઓ, વકાર યુનિસની પ્રોફેશનલ અંગત તસવીરો...