• Gujarati News
  • Vusi Sibanda Samshed Ton As Zimbabwe Beat Bangladesh To Take ODI Series

ઝિમ્બાબ્વેનો સપાટો, બાંગ્લાદેશને હરાવીને જીતી વનડે શ્રેણી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાંગ્લાદેશ ૯/૨૪૭, મહેમુદુલ્લાહ ૭પ…, હુસૈન ૬૩, ઝિમ્બાબ્વે ૩/૨પ૧, સિબાન્ડા ૧૦૩…, વિલિયમ્સ પપ…

ઓપનર વુસી સિબાન્ડાની અણનમ સદી અને મિડલ ઓર્ડર બેટ્સમેન વિલિયમ્સની સ્ફોટક અડધી સદીની મદદથી ઝિમ્બાબ્વેએ અહીં રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં બાંગ્લાદેશને સાત વિકેટે હરાવીને ત્રણ મેચની વન-ડે શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી.

પ્રથમ બેટિંગ કરતાં બાંગ્લાદેશે પ૦ ઓવરમાં નવ વિકેટના નુકસાને ૨૪૭ રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં ઝિમ્બાબ્વેએ વુસી સિબાન્ડાના અણનમ ૧૦૩ રન અને વિલિયમ્સના અણનમ પપ રનની મદદથી ત્રણ વિકેટના નુકસાને ૨પ૧ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી.