તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શૂન્ય પર આઉટ થયો વિરાટ કોહલી, ફેન્સે આ યુવતીને ગણાવી જવાબદાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ચેમ્પિયન્સ ટ્રોફીની પોતાની બીજી મેચમાં શ્રીલંકાએ ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ખાતુ ખોલ્યા વિના જ પેવેલિયન પર ફર્યો હતો. વિરાટે મેચમાં 5 બોલ રમી હતી. હવે વિરાટના ફ્લોપ થવા પાછળનું કારણ ફેન્સ તે મહિલાને માની રહ્યાં છે, જેને મેચ પહેલા વિરાટ સાથે સેલ્ફી લીધી હતી. 
 
જાણો કોણ છે આ યુવતી
 
- વિરાટ સાથે સેલ્ફીમાં નજરે પડનારી યુવતી જૈનબ અબ્બાસ છે, જે પાકિસ્તાનની ટીવી પ્રેઝન્ટર અને ક્રિકેટ એનાલિસ્ટ છે. શ્રીલંકા વિરૂદ્ધ મેચ પહેલા વિરાટ સાથે તેને સેલ્ફી લીધી હતી અને મેચમાં વિરાટ 0 પર આઉટ થઇ ગયો હતો.
- આ પહેલા જૈનબે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એબી ડી વિલિયર્સ સાથે પણ સેલ્ફી લીધી હતી અને ડી વિલિયર્સ પણ પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં 0 રને (પ્રથમ બોલ પર) જ આઉટ થઇ ગયો હતો. ડી વિલિયર્સની કારકિર્દીમાં આવુ પ્રથમ વખત થયુ હતુ કે તે ગોલ્ડન ડક થયો.
- બીજી તરફ વિરાટ કોહલી પણ અંતિમ વખત 2014માં 0 રને આઉટ થયો હતો. આ મેચ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ હતી.
- આ બન્ને સ્ટાર બેટ્સમેન સાથે જૈનબે સેલ્ફી લીધી અને પછીની મેચમાં બન્ને શૂન્ય પર આઉટ થઇ ગયા.

આગળની સ્લાઇડમાં જુઓ, વિરાટના 0 પર આઉટ થતા આવી કોમેન્ટ્સ...
અન્ય સમાચારો પણ છે...