શ્રીલંકા સામેની શ્રેણીમાં વિરાટ કોહલી કેપ્ટન, ધોનીને આરામ અપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વિરાટ કોહલીનો ફાઇલ ફોટો.)
નવી દિલ્હી : શ્રીલંકા સામે રમાનાર શરૂઆતની ત્રણ મેચ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. નિયમિત કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને આરામ અપાયો છે અને તેના સ્થાને વિરાટ કોહલીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝની ટીમે ભારતનો પ્રવાસ રદ કરતા શ્રીલંકાની ટીમને ભારત પ્રવાસે બોલાવવામાં આવી છે. શ્રીલંકા-ભારત વચ્ચે પાંચ વન-ડે રમાશે. પાંચમાંથી એક મેચ અમદાવાદ ખાતે પણ રમાશે.

પ્રથમ ત્રણ વન-ડે માટે ભારતીય ટીમ

ભારતીય ટીમ - વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, અજિન્કિય રહાણે, સુરેશ રૈના, અંબાતિ રાયડુ, સહા, અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા, અમિત મિશ્રા, મુરલી વિજય, વરુણ એરોન, અક્ષર પટેલ.
આગળ ક્લિક કરો અને વાંચો, પ્રેક્ટિસ મેચ રમશે રોહિત શર્મા, પણ વન-ડેમાં નહી રમે...