• Gujarati News
  • Virat Kohli Slams Media: They Should Be Ashamed For What They Said After India's World Cup Exit

સફળ ક્રિકેટર હોવાનો વિરાટનો દાવો પોકળ, FACTS કંઈક અલગ જ કહે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્કઃ ટીમ ઇન્ડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ પાછલા પાંચ વર્ષમાં સૌથી સફળ ભારતીય ક્રિકેટર હોવાનો દાવો કર્યો છે. એટલું જ નહીં, વિરાટે વર્લ્ડ કપના સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની વિરૂદ્ધ હાર બાદ ટીકા કરનારા ક્રિકેટ ફેન્સ અને મીડિયાને શરમ આવવી જોઈએ તેવી સલાહ પણ આપી દીધી. રેકોર્ડ જોવામાં આવે તો ખબર પડે કે વિરાટનો આ દાવો સાવ પોકળ સાબિત થાય તેમ છે. તેમાં કોઈ શંકા નથી કે પાછલાં પાંચ વર્ષમાં તે ટીમ ઇન્ડિયાના બેસ્ટ સ્કોરર રહ્યા છે, પરંતુ કેટલાક માપદંડો પર ધોની અને રૈના જેવા ક્રિકેટર કોહલી કરતાં ઘણા આગળ છે.

ધોનીથી પાછળ શા માટે છે વિરાટ?

વિરાટ કોહલી પાછલા પાંચ વર્ષમાં 135 મેચ રમ્યા છે. આ દરમ્યાન તેની એવરેજ 51.26ની રહી છે, જ્યારે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 100 મેચ રમ્યા છે જેમાં તેની સરેરાશ એવરેજ 54.98ની રહી છે. વિરાટ ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવા આવે છે, જ્યારે કેપ્ટન ધોની 6-7માં ક્રમે બેટિંગ માટે ઉતરે છે. એવામાં વિરાટની તૂલનામાં ધોની પર ટીમને વિજય અપાવવાનું દબાણ વિરાટ કરતાં વધું હોય છે.

વિરાટથી સારો ઓલરાઉન્ડર રૈના

પાંચ વર્ષ દરમ્યાન સુરેશ રૈનાનું બોલિંગ પ્રદર્શન વિરાટ કરતાં સારું રહ્યું છે. રૈનાએ 125 મેચમાં 26 વિકેટ લીધી છે અને 3174 રન બનાવ્યા છે, જ્યારે વિરાટેના નામે માત્ર ચાર વિકેટ જ નોંધાયેલ છે. રૈના ઓલરાઉન્ડરના રૂપમાં વિરાટ કોહલી કરતાં શ્રેષ્ઠ સાબિત થયો છે. એ વાત બધા જ જાણે છે કે માત્ર બેટિંગથી કોઈ ટીમ મેચ વિજય નથી મેળવતી.
વિરાટ કોહલીનું પ્રદર્શન (2010-2015)
મેચ - 135
રન - 5690
શ્રેષ્ઠ - 183
એવરેજ - 51.26

આગળની સ્લાઈડ્સમાં જાણો...કેપ્ટન ધોની-રોહિત-રૈના અને અન્ય ટોપ ભારતીય ક્રિકેટર્સનું પ્રદર્શન...