વિરાટની સ્પષ્ટતા: કેટલાક ઓસ્ટ્રેલિયન સારા મિત્ર, નિવેદનનો ખોટો અર્થ કાઢ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ અંતિમ ટેસ્ટ મેચ બાદ વિરાટ કોહલીએ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ હવે મિત્ર નથી રહ્યાં. આ મામલે ગુરૂવારે વિરાટે સ્પષ્ટતા કરી છે. વિરાટે ટ્વિટ કરીને કહ્યું કે મારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. મે આખી ઓસ્ટ્રેલિયન ટીમ વિશે નહતું કહ્યું. આજે પણ કેટલાક ઓસ્ટ્રેલિયન મારા સારા મિત્ર છે. તમને જણાવી દઇએ કે આ સિરીઝમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ વચ્ચે એગ્રેશન જોવા મળ્યા હતા.
 
વિરાટે ટ્વિટ કરી કરી સ્પષ્ટતા
 
- વિરાટ કોહલીએ બે ટ્વિટ કરી પોતાની સ્પષ્ટતા કરી હતી. તેને લખ્યુ- 'મેચ બાદની પત્રકાર પરિષદ પર મારા કેટલાક જવાબોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો. મે આખી ટીમ વિશે નહતું કહ્યું.'
- બીજી ટ્વિટમાં તેને લખ્યુ- 'જે ખેલાડીઓને હું ઓળખુ છુ તેમની સાથે મારા સારા સબંધ બન્યા રહેશે, આ સાથે જ આરસીબીમાં સાથે રમનારા ખેલાડીએઓ  સાથે પણ મારા રિલેશન્સમાં કોઇ બદલાવ નહી આવે' 
 
ગુજરાત લાયન્સના કોચે વિરાટની માંગી માફી
 
- ગુજરાત લાયન્સના કોચ અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર બ્રેડ હોજે વિરાટ કોહલી પર કોમેન્ટ કરી હતી જેની હવે તેમને માફી માંગી લીધી છે.
- તેમને વિરાટ કોહલી અને ભારતીય લોકોની માફી માંગી છે.
- પોતાના ટ્વિટર એકાઉન્ટ પર હોજે લખ્યુ, મે ભારતના લોકો, ક્રિકેટ ફેન્સ, ટીમ ઇન્ડિયા અને વિશેષ રીતે વિરાટ કોહલીની પોતાની કોમેન્ટ્સ માટે માફી માંગુ છું.
- મારો ઇરાદો કોઇને દુખ પહોચાડવાનું, ટિકા કે અપમાન કરવાનું નહતું. આ કોમેન્ટ્સ ઇન્ડિયન પ્રીમિયર લીગને સન્માન આપવા માટે કરવામાં આવી હતી. જેમાં મે વર્ષોથી આનંદ ઉઠાવ્યો છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીર અને બ્રેડ હોજનું સ્ટેટમેન્ટ...
અન્ય સમાચારો પણ છે...