તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરાટે સ્મિથ-મેક્સવેલને આપ્યો જવાબ, કોહલીની ઇજાની ઉડાવી હતી મજાક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ દરમિયાન ભારતના બે ખેલાડીઓએ કેપ્ટન્સી કરી હતી. વિરાટ કોહલી ઇન્જર્ડ થતા અજિંક્ય રહાણેએ ટીમની કમાન સંભાળી હતી. વિરાટ કોહલી જ્યારે પ્રથમ ઇનિંગમાં 6 રને આઉટ થયો ત્યારે સ્મિથ અને મેક્સવેલે તેમના ખભે હાથ મુકી તે ઇન્જર્ડ હોવાનો ઇશારો કર્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલીએ તેમને જોરદાર જવાબ આપ્યો હતો.
શું હતો મામલો
 
- ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં 2 વિકેટ સસ્તામાં પડતા જ તે દબાણમાં આવી ગયુ હતું.
- વિરાટ કોહલીએ ડેવિડ વોર્નર આઉટ થતા જ તેના ખભે હાથ મુકી સ્મિથ અને મેક્સવેલની બોલતી બંધ કરી હતી.
- વિરાટ કોહલીએ બતાવી દીધુ કે તે ઇજામાંથી બહાર આવી ગયો છે અને તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.
- આ પહેલા વિરાટ કોહલી આઉટ થતા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્મિથ અને ગ્લેન મેક્સવેલે મજાક ઉડાવી હતી.
 
વિરાટ કોહલી થયો હતો ઇન્જર્ડ
 
-  ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગની 40મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાના બોલ પર જ્યારે પીટર હેન્ડ્સકોમ્બે શોટ ફટકાર્યો ત્યારે વિરાટે બાઉન્ડ્રી પાસે ડાઇવ મારી હતી, ત્યારે તેના ખભામાં દુખાવો થયો હતો તે બાદ કોહલી મેદાન છોડીને ચાલ્યો ગયો હતો
 - વિરાટ કોહલી ખભા પર ભાર પડતા દર્દથી કંપી ઉઠ્યો હતો
- ફિઝિયો પેટ્રિક તુરંત ત્યા પહોચ્યો હતો અને તે બાદ વિરાટને મેદાન છોડીને  ડ્રેસિંગ રૂમમાં લઇ ગયો હતો
 
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો