વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આ ક્રિકેટરે અપાવ્યો વિજય, આ માટે છે વુમન્સ ટીમની વિરાટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્કઃ ICC વુમન વર્લ્ડકપમાં ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઈન્ડીઝને 7 વિકેટ પરાજય આપી સતત બીજો વિજય મેળવ્યો હતો. વેસ્ટ ઈન્ડીઝે ટીમ ઈન્ડિયાને વિજય માટે 184 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ જીતમાં 21 વર્ષીય સ્મૃતિ મંધાના ઝળકી હતી. સ્મૃતિએ અણનમ 106 રનની આક્રમક ઈનિંગ રમી હતી. આ સ્મૃતિના કરિઅરની શ્રેષ્ઠ ઈનિંગ રહી છે. સ્મૃતિના શાનદાર ફોર્મ અને શોટ સિલેક્શનને જોતા તેને વુમન ટીમની વિરાટ કોહલી કહેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, સ્મૃતિએ માત્ર 16 વર્ષની વયે જ ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કર્યું હતું.
 
બોર્ડ એક્ઝામને કારણે છોડવાની હતી ક્રિકેટ...

- 18 જુલાઈ 1996ના મુંબઈમાં જન્મેલી સ્મૃતિના પિતા મહારાષ્ટ્રના સાંગલીથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમ્યા હતા. જે પછી સ્મૃતિના ભાઈ શ્રવણે પણ ક્રિકેટ રમવાનું શરુ કર્યું. ભાઈને જોતા સ્મૃતિને પણ ક્રિકેટમાં રસ પડ્યો.
- માત્ર 9 વર્ષની વયે જ સ્મૃતિ એવી રમત રમવા લાગી કે તેને મહારાષ્ટ્રની અંડર-15 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું.
- 15 વર્ષની વય સુધીમાં તો સ્મૃતિ ડોમેસ્ટિક ક્રિકેટની સ્ટાર બની ગઈ હતી. તેમછતાં એક સમયે તે ક્રિકેટ છોડવાનો નિર્ણય કરવાની હતી.
- સ્મૃતિએ એક ઈન્ટરવ્યૂમાં એવુ જણાવ્યું કે, તેને બોર્ડ એક્ઝામની ચિંતા હતી અને તે આગળ જતા સાયન્સમાં ભણવા માગતી હતી. તેથી તે ક્રિકેટ છોડવાની હતી. જોકે માતા-પિતાએ તેને સમજાવી ક્રિકેટમાં આગળ વધવા સલાહ આપી,
- તે પછી સ્મૃતિના નસીબ ચમક્યા અને તેને બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયા વતી વન-ડે ડેબ્યૂ કર્યું હતું.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સ્મૃતિની વધુ તસવીરો..........)
અન્ય સમાચારો પણ છે...