તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Virat Kohli Learnt From Mistake And Beat West Indies Tri Series 2013

પોતાની ભૂલમાંથી શીખ્યો કોહલી, ગેઈલ-બ્રાવોના વગાડ્યા બાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને વેસ્ટ ઈન્ડીઝ પહોંચેલી ટીમ ઈન્ડિયા શરૂઆતની બે મેચમાં મળેલા પરાજય બાદ ફરીથી વિનિંગ ટ્રેક પર આવી ગઈ છે. પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલમાં રમાયેલી મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડીઝને પરાજય તો આપ્યો જ પરંતુ સાથે સાથે બોનસ પોઈન્ટ પણ હાંસલ કર્યા.

શ્રીલંકા વિરૂદ્ધ હાર બાદ નિશાના પર આવેલા સુકાની વિરાટ કોહલીએ ટીકાકારોનું મોઢું બંધ કરતા શાનદાર સદી ફટકારીને પોતાની ટીમને જીત અપાવી. આ સાથે જ તેણે પોતાની ભૂલને સુધારતા ટીમની ફાઈનલમાં જવાની આશાઓ જીવંત રાખી.

શ્રીલંકા સામેના પરાજય માટે કોહલીની એક ભૂલને દોષીત ઠેરવવામાં આવતી હતી. કોહલીએ વિન્ડીઝ સામે આ ભૂલને સુધારી અને કેરેબિયનોને આસાનીથી કચડી નાંખ્યા.

શ્રીલંકા વિરૂદ્ધ એવી તો કઈ ભૂલ કરી હતી કોહલીએ જે તેની હારનું કારણ બની....અને કેવી રીતે તેણે પોતાની ભૂલ સુધારીને ટીમને શાનદાર વિજય અપાવ્યો.....