• Gujarati News
  • Virat Kohli In Jodhpur To Celebrate Anushka Sharma Birthday

લવગેમઃIPL વચ્ચે અનુષ્કાનો બર્થડે મનાવવા દુબઈથી જોધપુર પહોચ્યો વિરાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રિકેટર વિરાટ કોહલી આઈપીલ મેચોની વચ્ચે અભિનેત્રી અનુષ્કા શર્માનો બર્થ ડે મનાવવા દુબઈથી મુંબઈ અને પછી એર ઈન્ડિયાની ફ્લાઈટથી મંગળવાર બપોરે જોધપુર પહોચ્યો. ત્યાંથી તે હેરીટેજ હોટેલ ખેજડલા ફોર્ટ રવાના જઈ ગયો. અહીં અનુષ્કાની ફિલ્મ 'એનએચ-10'નું શુટીંગ ચાલી રહ્યુ છે. અનુષ્કાનો બર્થ-ડે 1 મેના છે. આઈપીએલમાં વિરાટનો નેક્સ્ટ મેચ 4 મેના છે. ઉલ્લેખનીય છે કે બન્ને વચ્ચે અફેયર હોવાની ખબરોથી બજાર ગરમ છે. કોહલીના અચાનક જોધપુર આવવાથી આ ખબરોને વધારે બળ મળ્યુ છે. જો કે હાલ તો આ બન્નેને આ મુદ્દે ચુપકિદી સેવેલી છે.

ટીમ સતત હારી રહી છે
વિરાટ આઈપીએલમા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો કેપ્ટન છે. તેની ટીમ સતત બે મેચ હારી ચુકી છે. સોમવારે બેંગલુરૂની ટીમને પંજાબની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ હજૂસુધીમાં 5માંથી 3 મેચ હારી ચુકી છે. થોડા મહિના પહેલા જ્યારે ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ ગઈ હતી તો અનુષ્કા ત્યાં પહોચી ગઈ હતી. બાદમાં બન્ને સડકો પર ફરતા હોય તેવા ફોટો જાહેર થયા હતા. તો અનુષ્કા શ્રીલંકામાં શુટીંગ કરી રહી હતી ત્યારે પણ વિરાટ ત્યાં પહોચી ગયો હતો.
ટી-20 વર્લ્ડકપની હાર બાદ પણ આવ્યા હતા
8 એપ્રિલે અનુષ્કા એક ફિલ્મની શુટીંગ માટે બે દિવસ પહેલા જ જોધપુર પહોચી ગઈ હતી. વિરાટ પણ ટી-20 વર્લ્ડકપ ફાઈનલમાં હાર્યા બાદ જોધપુર આવ્યો હતો. બાદમાં બન્ને ખેજડલા ફોર્ટ પહોચ્યા. મોડી રાત સુધી સાથે રહ્યા હતા.
ફોટોઃખેજડલા ફોર્ટમાં અનુષ્કાને મળવા પહોચેલા કોહલીનું થયું સ્વાગત
આગળની સ્લાઈડમાં જૂઓ કેટલાક દિવસો પહેલા પણ અનુષ્કાને મળવા જોધપુર પહોચેલા વિરાટ અને અનુષ્કાની તસવીરો