• Gujarati News
  • Virat Kohli Dropped Bhuvaneshwar Kumar Out Of Playing Eleven Against Sri Lanka

ધોનીની ખોટ સાલી, કોહલીની એક ભૂલ પર મળી શરમજનક હાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ત્રિકોણીય શ્રેણીમાં વેસ્ટ ઈન્ડીઝ પહોંચેલી ટીમ ઈન્ડિયા સુકાની ધોની વગર મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. વિન્ડીઝ સામે પ્રથમ મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાને શ્રીલંકાએ 161 રને શરમજનક પરાજય આપ્યો છે.

આ બન્ને હારથી સાબિત થયું છે કે વિરાટ કોહલીએ હજી કેપ્ટનશિપ માટે ઘણું શીખવાનું છે. ખુદ કોહલીએ જ પ્રથમ મેચમાં હાર્યા બાદ કહ્યું હતું કે ટીમને ધોનીની ખોટ સાલી હતી. કેરેબિયન ટીમ સામે પ્રથમ મેચમાં બેટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત બનેલો ધોની ફિલ્ડિંગમાં નહોતો આવ્યો અને કોહલીને સુકાનીપદ સોંપવામાં આવ્યું હતુ જેમાં ભારતનો એક વિકેટે પરાજય થયો હતો.

શ્રીલંકા વિરૂદ્ધ પણ સુકાની પદ સંભાળી રહેલો કોહલી એક મોટી ભૂલ કરી બેઠો હતો. આ ભૂલનો ફાયદો ઉઠાવતા શ્રીલંકાએ વિશાળ સ્કોર ખડક્યો હતો અને ટીમની હાર નક્કી કરી દીધી હતી. કોહલીની આ ભૂલ ઉપરાંત મેદાનમાં પણ ખેલાડીઓએ ઘણી ભૂલો કરી હતી જેની કિંતમ ભારતે હારીને ચૂકવવી પડી.

આગળ ક્લિક કરો અને તસવીરોના માધ્યમથી જાણો, ધોનીની ગેરહાજરીમાં કોહલી કઈ ભૂલ કરી બેઠો અને ભારતીય ખેલાડીઓએ મેદાનમાં કઈ ભૂલો કરી.....