તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવરાજની સંગીત સેરમનીમાં કોહલીનો જલવો, પંજાબી ગીતો પર કર્યો ડાન્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: યુવરાજ સિંહ અને હેઝલ કીચની મહેંદી અને સંગીત સેરેમની મંગળવારે રાત્રે ચંદીગઢની હોટલમાં યોજાઇ હતી. જેમાં યુવરાજ અને હેઝલે મહેમાનોનું હાથ જોડીને સ્વાગત કર્યુ હતું. વિરાટ કોહલી કોચ અનિલ કુંબલે સહિતના ટીમ ઇન્ડિયા પ્લેયર્સ યુવરાજ સિંહની સંગીત સેરેમનીમાં પહોચ્યા હતા. વિરાટ, કોહલીએ મહેમાનો સાથે પંજાબી ગીત પર ડાન્સ કર્યો હતો.
ઇન્ડિયન ટીમે તૈયાર કર્યો સ્પેશ્યલ ડાન્સ
- સંગીત સેરેમનીમાં સિંગર રંજીત બાવાએ પંજાબી ગીતોની રમઝટ બોલાવી હતી.
- આ દરમિયાન વિરાટ ડાન્સ ફ્લોર પર પહોંચ્યો હતો.
- વિરાટે ઘણો સમય સિંગર રંજીત બાવા સાથે ડાન્સ કર્યો હતો.
- યુવરાજ પણ સિંગર સાથે ગીત ગાવા લાગ્યો હતો.
યુવરાજના નાના ભાઈએ કાલા ચશ્મા પર કર્યો ડાન્સ
- યુવરાજના નાના ભાઈ જોરાવર સિંહે ‘કાલા ચશ્મા’ગીત પર ડાન્સ કર્યો હતો.
- આ ઉપરાંત ‘બેબી કો બેઝ પસંદ હૈ’ ગીત પર ડાન્સ કર્યો હતો.
આગળની સ્લાઇડમાં જુઓ, યુવરાજ-હેઝલની મહેંદી તેમજ સંગીત સેરેમનીની તસવીરો...