તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Virat Kohli Captain Innings Against West Indies Smash Century Tri Series 2013

કેરેબિયનો પર કોહલીને કહેર, 26 બોલમાં જ કર્યો ‘ચમત્કાર’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયાનો ઈતિહાસ રહ્યો છે કે જ્યારે તેના માટે કરો યા મરો જેવી સ્થિતિ હોય છે તેવી મેચોમાં મોટા ભાગે તેણે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. ત્રિકોણીય શ્રેણીમાં વેસ્ટ ઈન્ડીઝ સામે પણ ટીમનું પ્રદર્શન આવું જ રહ્યું હતું. શ્રેણીમાં ટકી રહેવા માટે ભારતે આ મેચને કોઈ પણ હિસાબે જીતવાની જરૂર હતી. જે ટીમે કરી દેખાડ્યું.

આ મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરવાની જવાબદારી સુકાની વિરાટ કોહલીએ ઉપાડી હતી.તેણે કેરેબિયન બોલરોના છોતરાં કાઢ્યા હતા. કોહલીએ 102 રનની ઈનિંગ્સ રમી હતી અને ઈનિંગ્સના છેલ્લા બોલ પર ડેરેન સેમ્મીના હાથે કેચ આઉટ થયો હતો.

આ ઉપરાંત આ મેચમાં આક્રમક ઓપનર શિખર ધવને પણ અડધી સદી ફટકારી હતી. ધવને 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 77 બોલમાં 69 રન બનાવ્યા હતા. પરંતુ કોહલીની આ એક ઈનિંગ્સમાં એક ખાસ વાત રહી હતી.

આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, વિરાટ કોહલીની આક્રમક સદીની ખાસ વાત કઈ હતી.....કેવી રીતે તેણે 26 બોલમાં કર્યો ચમત્કાર.....