ઈટાલીમાં વિરાટ-અનુષ્કા ફરશે સાત ફેરા, 21મીએ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે ઇટાલીમાં લગ્ન કરવા જઇ રહ્યો છે. એક એક અંગ્રેજી  મૅગઝીનના રિપોર્ટ અનુસાર વિરાટ અને અનુષ્કા ડિસેમ્બર 9થી 12 વચ્ચે ઇટાલીમાં લગ્ન કરી શકે છે. 

અનુષ્કા શર્મા પહેરશે આ ડિઝાઇનરનો ડ્રેસ

 

વિરાટ કોહલી ગુરૂવારે ઇટાલી જવા રવાના થશે. અનુષ્કા લગ્નમાં સવ્યસાચી મુખરજીની ડિઝાઇન કરેલી ડ્રેસ પહેરશે. ચાર દિવસ સુધી ઇટાલીમાં લગ્નનો સમારંભ યોજાશે. જ્યારે વિરાટ-અનુષ્કાનું 21 ડિસેમ્બરે મુંબઇમાં ભવ્ય રિસેપ્શન યોજાશે.
- વિરાટ કોહલી અને અનુષ્કાના મિત્રો માટે મિલાન (ઇટાલી)ની એક હોટલમાં બુકિંગ થઇ ગઇ છે. આ લગ્નમાં વર્તમાન ભારતીય ટીમનો કોઇ પણ ખેલાડી ભાગ નહી લે.
- મહત્વપૂર્ણ છે કે વિરાટ કોહલીએ શ્રીલંકા વિરૂદ્ધ વન ડે અને ટી-20 સિરીઝમાંથી આરામ લીધો છે, તેને બીસીસીઆઇ પાસે અંગત કારણોસર આરામ માગ્યો હતો.
- વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ચાર વર્ષથી રિલેશનશીપમાં છે. શરૂઆતના કેટલાક વર્ષો સુધી તે પોતાના સબંધ સ્વીકારવા તૈયાર નહતા પરંતુ વિરાટ કોહલીની લોકપ્રિયતા જોતા આ કપલ એક સાથે રહેવા તૈયાર થયુ હતું.

 

 

અન્ય સમાચારો પણ છે...