• Gujarati News
  • Vindu Dara Singh Was Close To Harbhajan Singh Virat Kohli IPL Spot Fixing 2013

વિંદુએ લીધું કોહલી-ભજ્જીનું નામ, ગુરૂનાથે ગુમાવ્યા એક કરોડ રૂપિયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિંદુએ કહ્યું છે કે તે ગુરૂનાથ અને બોલિવૂડની કેટલીક હસ્તીઓ તરફથી સટ્ટો લગાવતો હતો

ભારત સહિત ક્રિકેટ જગતને હચમચાવી રહેલા સ્પોટ ફિક્સિંગ કાંડમાં હવે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે જે ક્રિકેટ પ્રેમીઓ માટે વધારે આઘાતજનક છે. સ્પોટ ફિક્સિંગમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા પ્રતિભાશાળી ઝડપી બોલર શ્રીસંતની સંડોવણી બાદ અન્ય કેટલાક મોટા ક્રિકેટર્સના નામ પણ ઉછળ્યા છે.

આ કેસમાં ધરપકડ થયેલા બોલિવૂડ અભિનેતા વિંદુ દારા સિંહે મુંબઈ પોલીસને જણાવ્યું છે કે તે ઘણા અન્ય ક્રિકેટર્સને પણ જાણે છે. પરંતુ તે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, ઓફ સ્પિનર હરભજન સિંહ અને મનપ્રીત ગોનીનો ઘણો નજીક છે.

આ ઉપરાંત વિંદુએ બોલિવૂડના ઘણા મોટા માથાઓના નામ પણ જણાવ્યા છે. જેમાં એક અભિનેતાનું તેણે આડકતરી રીતે વર્ણન કર્યું છે તેનાથી ઘણી મોટી ચર્ચા જાગી છે. વિંદુના તે નિવેદન બાદ દિગ્ગજ અભિનેતા જીતેન્દ્રનું નામ તેમાં ઉછળ્યું છે.

ગુરૂનાથને એક્ટેન્શન આપવાનો ઈનકાર

મુંબઈ પોલીસે ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ ગુરૂનાથ અયપ્પનને આપવામાં આવેલી ડેડલાઈનને વધારવાનો ઈનકાર કરી દીધો છે. આઈપીએલમાં થયેલા ફિક્સિંગ કૌભાંડ અંતર્ગત મયપ્પને શુક્રવાર સાંજે 5 વાગ્યા સુધીમાં હાજર રહેવાનું જણાવાયું છે.

મયપ્પનને ગઈ કાલે (ગુરૂવાર) સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને તેમને આજે (શુક્રવાર) સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યાની વચ્ચે ક્રાઈમ બ્રાંચ સામે હાજર થવાનું કહેવામાં આવ્યું છે. તેથી અયપ્પને આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં હાજર થવું પડશે, તેમ તપાસમાં સામેલ ડેપ્યુટી કમિશ્નર કક્ષાના અધિકારીએ જણાવ્યું છે.

આગળ ક્લિક કરો અને જાણો, વિંદુના અન્ય ઘટસ્ફોટ...