• Gujarati News
  • Vindu Dara Singh Bollywood's In house Bookie IPL Spot Fixing IPL 2013

વિંદુના ફોન રેકોર્ડમાં ઘટસ્ફોટ: બોલિવૂડના મોટા માથા શંકાના ઘેરામાં?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઈપીએલમાં મેચ ફિક્સિંગમાં વિંદુની સંડોવણી હોવાનો આરોપ મુંબઈ ક્રાઈમ બ્રાંચે મૂક્યો છે અને તેની ધરપકડ કરી છે. હવે, મુંબઈ પોલીસે આ કેસમાં કેટલાંક મોટા ખુલાસા કર્યા છે. વિંદુ દારાસિંહ બોલિવૂડ ક્લાઈન્ટ્સના સબએજન્ટની જેમ વર્તતો હતો. તે બુકી અને બોલિવૂડ સ્ટાર્સની વચ્ચે મિડલ મેન તરીકે કામ કરતો હતો.

પોલીસ તપાસ દરમિયાન વિંદુના ફોનમાંથી કેટલાંક રેકોડર્સ મળી આવ્યા છે. જેમાં વિંદુને બોલિવૂડ કલાકારોના ફોન આવ્યા હતા. આમાંના કેટલાક ફોન આઈપીએલ-6ની કેટલીક મેચો દરમિયાન નિયમિત રીતે આવી રહ્યા હતા. સૂત્રના જણાવ્યા અનુસાર વિંદુના ફોન પર બુકીઓ અને સેલિબ્રિટીઓના બેક ટુ બેક ફોન થયા હતા.

માનવામાં આવી રહ્યું છે કે વિંદુએ બુકીઓ પાસેથી ભાવ નક્કી કર્યા હતા અને તેને સિલિબ્રિટીઓ સુધી પહોંચાડ્યા હતા. આ રીતે તેણે મિડલમેનની ભૂમિકા ભજવી હતી તેમ ક્રાઈમ બ્રાન્ચના એક સૂત્રએ જણાવ્યું હતું.

વિંદુના ફોન રેકોર્ડને જોતા ફિલ્મી જગતના કેટલાક મોટા અને સિનિયર કલાકારો શંકાના ઘેરામાં આવી ગયા છે.

શ્રીસંત છે અંધવિશ્વાસી, વાંચો તેના વિશે બધુ જ