તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Varun Aaron Beamer And Pulled Out Of The Attack, Asia Cup

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરુણ એરોને બાંગ્લાદેશ સામે બનાવ્યો સૌથી શરમજનક બોલિંગ રેકોર્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એશિયા કપમાં બાંગ્લાદેશ સામે પ્રથમ મેચ રમી રહેલા ભારતીય બોલર વરુણ એરોને એક શરમજનક રેકોર્ડ પોતાને નામે નોંધાવ્યો છે. આટલું જ નહી મેચ દરમિયાન બે બિમર બોલ ફેકવાના કારણે અમ્પાયરે તેની મેચમાં બોલિંગ ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો.
વરુણ એરોને 7.5 ઓવરમાં 9.44ની એવરેજથી 74 રન આપ્યા હતા. જે બાંગ્લાદેશ સામે ભારતીય બોલરનું સૌથી કંગાળ પ્રદર્શન છે. અગાઉ આ શરમજનક રેકોર્ડ આર પી સિંહના નામે હતો. તેણે 10 ઓવરમાં 65 રન આપ્યા હતા. જ્યારે બાંગ્લાદેશ સામે રન આપવાના મામલે યુએઈનો ખુર્રમ ખાન મોખરે છે. તેણે 10 ઓવરમાં 78 રન આપ્યા હતા.
વરુણની આઠમી ઓવર સાવ ખરાબ સાબિત થઈ હતી. પહેલા તો ઓવરમાં બે ફોર અને એક સિક્સર વાગી હતી, પછી તેણે સતત બે બિમર બોલ ફેંક્યા હતા. જેના કારણે અમ્પાયરે તેની બોલિંગ ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો. ઓવર પુરી કરવા કોહલીએ બોલિંગ કરવી પડી હતી.
આગળની સ્લાઇડમાં ક્લિક કરો અને જાણો, વન-ડેમાં સૌથી વધારે રન આપનાર ભારતીય બોલરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો