રોબિન ઉથપ્પાએ વિરાટ કોહલીને પાછળ પાડ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતત દસ વખત ૪૦ કે તેથી વધારે રન ફટકારનારા કોલકાતા નાઇટ રાઇડર્સના ઓપનર રોબિન ઉથપ્પાએ આઇપીએલની એક સિઝનમાં સૌથી વધુ રન ફટકારનારા વિરાટ કોહલીનો ભારતીય રેકોર્ડ તોડી દીધો છે. ઉથપ્પાએ કિંગ્સ ઇલેવન પંજાબ સામે ઇડન ગાર્ડન્સમાં રમાયેલી ક્વોલિફાયર-૧ની મેચમાં ૪૨ રન ફટકાર્યા હતા. ઉથપ્પાએ આઇપીએલ-૭માં અત્યાર સુધીમાં ૧૫ મેચોમાં ૪૬.૭૮ રનની એવરેજથી ૬૫૫ રન ફટકાર્યા છે. તેણે કોહલીના ૬૩૪ રનના રેકોર્ડને તોડી દીધો હતો.