તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુએસ ઓપન : સેરેનાનો નંબર-1નો તાજ છીનવાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ન્યૂયોર્ક : વર્ષના છેલ્લા ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના અંતિમ તબક્કામાં સર્જાયેલા સૌથી મોટા અપસેટમાં અમેરિકાની સ્થાનિક ખેલાડી સેરેના વિલિયમ્સ સેમિફાઇનલમાં ચેક રિપબ્લિકની કેરોલિના પ્લિસકોવા સામે હારીને બહાર થઇ ગઇ હતી. આ સાથે સેરેનાનું ટાઇટલ જીતીને સ્ટેફી ગ્રાફના સર્વાધિક 22 ગ્રાન્ડસ્લેમના રેકોર્ડને તોડવાનું સ્વપ્ન પણ ચકનાચૂર બની ગયું હતું. આ સાથે સેરેનાનો વિમેન્સ સિંગલ્સમાં નંબર-1નો તાજ પણ છીનવાઇ ગયો છે.

એક જ ગ્રાન્ડસ્લેમમાં વિલિયમ્સ બહેનોને પરાજય આપ્યો, જર્મનીની એન્જલિક ક્રેબર નંબર-1 બનેલી વિશ્વની 22મી પ્લેયર બની

સેરેના 2013ની 18મી ફેબ્રુઆરીથી લગભગ છેલ્લા 186 સપ્તાહથી નંબર-1 ક્રમે રહી હતી. 187માં સપ્તાહમાં તેનો નંબર-1નો તાજ છીનવાયો છે. યુએસ ઓપનની સેમિફાઇનલમાં સેરેનાનો આ સતત બીજો પરાજય છે. વિમેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં 10મી ક્રમાંકિત ચેક ખેલાડી પ્લિસકોવાએ સેરેનાને 6-2, 7-6 (7-5)થી પરાજય આપ્યો હતો. પ્લિસકોવા છેલ્લા 17 ગ્રાન્ડસ્લેમમાં ત્રીજા રાઉન્ડથી ક્યારેય આગળ વધી શકી નથી. તે પોતાની કારકિર્દીમાં પ્રથમ વખત ગ્રાન્ડસ્લેમ ફાઇનલ રમશે. ટાઇટલ માટે તેનો મુકાબલો એન્જલિક ક્રેબર સાથે થશે જેણે ડેનમાર્કની કેરોલિન વોઝનિયાકીને 6-4, 6-3થી હરાવી હતી. આ સાથે ક્રેબરનું વિમેન્સ સિંગલ્સમાં નંબર-1 બનવું નિશ્ચિત થઇ ગયું છે.

એન્જલિક ક્રેબર નં-1 ખેલાડી બની

ટૂર્નામેન્ટની અન્ય એક સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન જર્મનીની એન્જલિક ક્રેબર વિશ્વની ભૂતપૂર્વ પ્રથમ ક્રમાંકિત વોઝનિયાકીને 6-4, 6-3થી હરાવીને ફાઇનલમાં પહોંચી જવાની સાથે વિમેન્સ સિંગલ્સમાં નંબર-1 ખેલાડી પણ બની ગઇ છે. ક્રેબર ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન તથા જુલાઇમાં વિમ્બલડનની રનર્સ-અપ બની હતી. સ્ટેફી ગ્રાફ (1996) બાદ ફાઇનલમાં પહોંચનાર ક્રેબર પ્રથમ ખેલાડી છે. 28 વર્ષીય ક્રેબર ડબ્લ્યૂટીએ ટેનિસમાં નંબર-1 બનેલી વિશ્વની 22મી ખેલાડી બની ગઇ છે. ક્રેબરે તાજેતરમાં રિયો ઓલિમ્પિકમાં સિંગલ્સનો સિલ્વર મેડલ જીતી ચૂકી છે.

186 સપ્તાહ સુધીના એકચક્રી શાસનનો અંત આવ્યો

પરાજય સાથે સેરેનાની 23મો ગ્રાન્ડસ્લેમ જીતવાની આશા રોળાવા ઉપરાંત સતત 186 સપ્તાહ સુધી ટોચના ક્રમે રહેવાના એકચક્રી શાસનનો અંત પણ આવ્યો હતો. બીજી તરફ 24 વર્ષીય પ્લિસકોવા 1994માં હેલિના સુકોવા બાદ યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચનાર ચેક રિપબ્લિકની પ્રથમ મહિલા ખેલાડી બની છે.

સેરેનાને હરાવીને ઉત્સાહિત છું

ફાઇનલમાં પહોંચવું તથા વિશ્વની પ્રથમ ક્રમાંકિત સેરેનાને હરાવવાથી હું વધારે ઉત્સાહિત છું. મને ખબર હતી કે જો હું મારી નૈસર્ગિક રમત રમીશ તો કોઇને પણ હરાવી શકું છું. ફાઇનલમાં પહોંચી ગઇ છું તેનો હજુ પણ મને વિશ્વાસ થતો નથી. -કેરોલિના પ્લિસકોવા

પ્લિસકોવાને નબળી આંકવાની ભૂલ કરી

આસાનીથી હારવાનો મને ઘણો અફસોસ છે. મેં પ્લિસકોવાને નબળી આંકવાની મોટી ભૂલ કરી હતી. જો તેણે ભૂલ ન કરી હોત તો મને મેચમાં પાછા ફરવાની તક મળી હોત પરંતુ તેણે મને સતત દબાણ હેઠળ રાખી હતી. તે વિજયની હકદાર હતી. -સેરેના વિલિયમ્સ

આગળ વાંચો લિસકોવા વિલિયમ્સ બહેનોને હરાવનાર ચોથી ખેલાડી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો