• Gujarati News
  • MS Dhoni May Refuse Jharkhand Govt\'s Swachh Bharat Abhiyan Offer

નારાજ ધોની સ્વચ્છ ભારત અભિયાનના બ્રાંડ એમ્બેસેડર બનવાની પાડી શકે છે ના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાંચી : સ્વચ્છ ભારત અભિયાન ઉપર ઝારખંડ સરકારના સુસ્ત વલણના કારણે ટીમ ઇન્ડિયાની વન-ડે ડીમનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આ અભિયાનનો બ્રાંડ એમ્બેસેડર બનવાથી મનાઈ કરી શકે છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે ધોનીના પરિવારના એક નજીકના સભ્યએ આ જાણકારી આપી હતી. ધોનીના સંબંધીના જણાવ્યા પ્રમાણે, ‘‘ધોની ઘણી સરકારી અભિયાનનો ભાગ છે પણ કોઈ પોઝિટીવ રિસ્પોન્સ આવ્યો નથી. સરકારની સુસ્ત ભાગીદારીને જોતા ધોની હવે બીજા કોઈ સરકારી અભિયાનમાં સાથ ન આપવાનું મન બનાવ્યું છે. ’’
ધોનીના જવાબની જોવાઈ રહી છે રાહ
ઝારખંડના પેયજલ વિભાગના પ્રધાન સચિવ અમરેન્દ્ર પ્રતાપ સિંહએ જણાવ્યું હતું કે, ‘‘એક વરીષ્ઠ અધિકારીએ ધોની સાથે આ વિશે વાત કરી છે અને હવે ધોનીના જવાબની રાહ જોવાઈ રહી છે. ધોની આ સાથે પર્યટન પ્રસ્તાવની ઓફર પણ ફગાવી શકે છે. ધોની હાલ ઝાડખંડના પલ્સ પોલિયો, વન અને પર્યાવરણ, સાક્ષરતાા અભિયાનનો બ્રાંડ એમ્બેસેડર છે.