તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમ્પાયરે બોલીવૂડ ગીતો પર કર્યો ડાન્સ, જાડેજાએ શેર કર્યો ફની વીડિયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્કઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ફની વીડિયો શેર કર્યો હતો. જેમાં એક અમ્પાયર વિચિત્ર રીતે ફિલ્ડ પર જ બોલીવૂડ સોંગ પર ડાન્સ કરી રહ્યો છે. અમ્પાયર ડાન્સ કરતા હતા તે વેળા ડોન ફિલ્મનું ટાઈટલ સોંગ સાંભળી શકાય છે. તેમણે અન્ય ગીતો વાગતા હતા ત્યારે પણ ફિલ્ડ પર જ ડાન્સ કર્યો હતો. અમ્પાયરના પ્રદર્શનથી ખુશ થઈને જાડેજાએ તેમને એલિટ પેનલનો અમ્પાયર ગણાવ્યો હતો. વીડિયો અંગે જાડેજાએ તો કોઈ માહિતી નહોતી આપી પરંતુ વીડિયો 2016નું સ્ક્રિન પર જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરતા કેપ્શનમાં જાડેજાએ લખ્યું કે,‘એલિટ પેનલ અમ્પાયર. ઓએમજી, આ જોઈને હંસવાનું નથી રોકી શકતો.’

 

(આગળની સ્લાઈઢ્સમાં જુઓ આ ફની વીડિયો સંબંધિત તસવીરો,......)