તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસલર બ્રોક લેસનરે કર્યુ આવુ ખરાબ કામ, લાગી શકે છે 2 વર્ષનો પ્રતિબંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાસ વેગાસ: UFC 200 ચેમ્પિયન અને WWEના દિગ્ગજ રેસલર બ્રોક લેસનરને મોટો ઝટકો લાગ્યો છે. જીત બાદ બ્રોક લેસનર ડ્રગ ટેસ્ટમાં ફેઇલ થયો હતો. તેનું 28 જૂને આઉટ ઓફ ધ કોમ્પિટિશન ડ્રગ ટેસ્ટ કરવામાં આવ્યુ હતુ, જેમાં તે પોઝિટીવ આવ્યો હતો. બ્રોક લેસનર એસ્ટ્રોઝન બ્લોકર ક્લોમીફીનના સેવનનો દોષી હતો. જેનો ઉપયોગ એથ્લેટ એસ્ટ્રોઝન લેવલનું કંટ્રોલ કરવા માટે કરે છે.
બે વર્ષનો લાગી શકે છે પ્રતિબંધ
- UFC બ્રોક લેસનર વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે. સુત્રો અનુસાર તેની પર 2 વર્ષનો પ્રતિબંધ અને ભારે દંડ ફટકારવામાં આવી શકે છે.
- UFCએ કહ્યું- યૂએસ એન્ટી ડોપિંગ એજન્સી અનુસાર 9 જુલાઇએ બ્રોક લેસનરનું સેમ્પલ પોઝિટીવ આવ્યુ હતું.
- બીજા ટેસ્ટમાં પણ તે પોઝિટીવ હતો. હવે એજન્સી ટેસ્ટ પોઝિટીવ આવ્યો તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
લાસ વેગાસમાં થયો હતો ટેસ્ટ
- આ મામલે નેવાડા સ્ટેટ એથલેટિક્સ કમિશનને પણ અધિકાર છે, કારણ કે UFC 200 લાસ વેગાસમાં થયો હતો.
- જો કે UFCએ તે પદાર્થ વિશે નહોતુ જણાવ્યુ, જેના સેવનમાં બ્રોક લેસનર દોષી હતો.
હંટને કર્યો હતો ઢેર
- WWE સ્ટાર બ્રોક લેસનરે અલ્ટીમેટ ફાઇટિંગ ચેમ્પિયનશિપ-200 (UFC)ના પ્રથમ રાઉન્ડ મુકાબલામાં જોરદાર વાપસી કરી હતી.
- તેને નોક આઉટ કિંગના નામથી જાણીતા માર્ક હંટને 6-3થી ધૂળ ચટાડી હતી. પૂર્વ WWE હેવિવેટ ચેમ્પિયન શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો.
- તેને શરૂઆતમાં એક-બે પંચ ખાધા બાદ એટેકિંગ ફાઇટ સ્ટાર્ટ કરી હતી અને થોડી વારમાં જ માર્કને ઢેર કર્યો હતો.
- ફાઇટ જીત્યા બાદ બ્રોક લેસનરને 16 કરોડ રૂપિયા મળ્યા હતા, તેને લગભગ 5 વર્ષ પછી UFCમાં વાપસી કરી હતી.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, બ્રોક લેસનરની અંડરટેકરથી ફાઇટથી લઇ પત્ની સાથેની તસવીરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો