તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ટરનેશનલ કબડ્ડી ખેલાડીઓને કોન્સ્ટેબલે મારી ગોળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: પંજાબના મોગામાં બે ઇન્ટરનેશનલ કબડ્ડી ખેલાડી લખવિંદર સિંહ અને વરિંદર સિંહને ગોળી મારવામાં આવી છે. એક પોલીસ કોન્સ્ટેબલ પર આ બન્નેની હત્યાનો આરોપ છે. બન્નેની સારવાર ચાલી રહી છે. કોન્સ્ટેબલ પરમદીપ સિંહ વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. લખવિંદરની ભાભીએ ગોળી મારવા માટે વિદેશથી સોપારી આપી હતી.
ભાભી સાથે કોન્સ્ટેબલનો સબંધ હોવાનો આરોપ, 20 લાખ લઇને મારી ગોળી
- ગોળી મારનાર કોન્સ્ટેબલ લખવિંદરની ભાભીનો પ્રેમી છે.
- કેનેડામાં રહેતી લખવિંદરની ભાભી ગુરદીપ કૌરે પરમદીપને આ ઘટનાને અંજામ આપવા માટે 20 લાખ રૂપિયા આપ્યા હતા.
- વરિંદરને છાતીમાં 3 ગોળી વાગી છે, તેનું કહેવુ છે કે પરમદીપ અમને મારવા માંગતો હતો.
- તેને કહ્યું ' આ કામ માટે ગુરદીપે તેને 20 લાખ રૂપિયા આપ્યા હતા. એટલુ જ નહી, જીવતા રહે તો તેમને ડ્રગ સ્મગલિંગના કેસમાં ફસાવવાનું પણ કહ્યુ હતું.
- અમને નથી લાગતુ કે અમે ફરી કબડ્ડી રમી શકીશું
- મહત્વપૂર્ણ છે કે લખવિંદર અને વરિંદર કેનેડામાં એક લીગમાં ભાગ લેવાના છે.
ભાભી સાથે વિદેશમાં જ વસવા માંગે છે
- લખવિંદરે પોલીસને જણાવ્યુ- 2 વર્ષ પહેલા હું અને કોન્સ્ટેબલ પરમદીપ એક ટૂર્નામેન્ટમાં મળ્યા હતા.
- ઘરે આવતા-જતા દરમિયાન તેના અને મારી ભાભીના સબંધ વિશે ખબર પડી હતી. જ્યારે મે ભાભીને રોકવા માંગી તો તેને પરમદીપને જણાવ્યુ હતું.
- તે કેનેડામાં ભાઇ રજિંદર સિંહ સાથે રહે છે. પરમદીપ પણ લગ્ન કરીને ત્યા વસવા માંગે છે.
ઘાત લગાવીને કર્યો હુમલો
- લખવિંદરે જણાવ્યુ- 'બુધવારે જ્યારે હું અને વરિંદર પોતાના ગામ દોસાંઝથી બાઇક લઇને જઇ રહ્યા હતા ત્યારે ગામની બહાર જ અમને તે મળી ગયો.
- તેને અમારી બાઇક રોકી પરંતુ કઇ કહ્યુ નહી. પછી તેને એક બાદ એક એમ 6 ફાયર કર્યા.
- સમાલસરના પોલીસ ઓફિસર ગુરૂનાયર સિંહે કહ્યું કે તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીની શોધખોળ ચાલી રહી છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, સબંધિત વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો