ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપ ડાયરી, ચક્રવ્યૂહનું રહસ્ય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઇરફાન પર છે ભરોસો ઇરફાન પઠાણ ભલે ઇંગ્લેન્ડ સામે આઠ રન બનાવીને આઉટ થયો હોય પરંતુ સુકાની ધોની તેનાથી સંતુષ્ટ છે. સુકાનીનું કહેવું છે કે ટીમ મિટિંગમાં જ્યારે મેં ઇરફાનને ઓપનિંગ માટે કહ્યું ત્યારે તેણે ઇનકાર કરવાના બદલે તરત જ સહમતી વ્યક્ત કરી હતી. હું ઇરફાનનો પિંચહિ‌ટર તરીકે ઉપયોગ કરવા માગતો હતો. તેનાથી ભલે રન ના બન્યા હોય પરંતુ તેનો સકારાત્મક અભિગમ ટીમને ઘણો કામ લાગ્યો હતો. હું ભવિષ્યમાં પણ તેની પાસેથી આવી આશા રાખું છું.