તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગંભીરની વાપસી થતા પ્રશંસકોએ આપ્યા Funny રિએક્શન, ધોની આવ્યો નિશાને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયામાં બે વર્ષ પછી વાપસી કરનારા ઓપનર ગૌતમ ગંભીર સિલેક્શનથી ખુશ છે પરંતુ ડેબ્યૂ કરનારા ખેલાડી જેવો અનુભવ કરી રહ્યો છે અને ગભરાઇ રહ્યો છે. ગંભીરને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ સીરિઝની અન્ય બે ટેસ્ટ માટે ઇજાગ્રસ્ત ઓપનર લોકેશ રાહુલની જગ્યાએ શામેલ કરવામાં આવ્યો છે. ગંભીરે ઓગસ્ટ 2014માં પોતાની અંતિમ ટેસ્ટ ઇંગ્લેન્ડ પ્રવાસે રમી હતી.
વિરાટની પ્રથમ પસંદ કોણ? ગંભીર કે શિખર ધવન
- કોલકાતા ટેસ્ટને લઇને અટકળો લગાવવી શરૂ થઇ ગઈ છે.
- કેટલાક લોકોનું કહેવું છે કે ગૌતમ ગંભીર પ્લેઇંગ ઇલેવનમાં હશે જ્યારે કેટલાક લોકોનું કહેવુ છે કે શિખર ધવનને તક આપવામાં આવશે.
- ગંભીર અને શિખર બન્ને લેફ્ટહેન્ડ બેટ્સમેન છે અને બન્ને દિલ્હીના છે.
- ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી પણ દિલ્હીનો છે. આ રસપ્રદ હશે કે વિરાટ આ બન્ને ઓપનરોમાંથી કોની પર પોતાની મહોર મારે છે.
શું વિરાટ સાથે તાલમેલ બેઠાવી શકશે ગંભીર?
- ગૌતમ ગંભીરના ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ સાથે રિલેશન નોર્મલ નથી.
- ખાસ કરીને વન ડે અને ટી-20 કેપ્ટન એમએસ ધોની અને ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી સાથે.
- 2013ની IPL-6માં એક મેચ દરમિયાન વિરાટ અને ગંભીર ફિલ્ડ પર ઝઘડી પડ્યા હતા.
- ત્યારે ગૌતમ ગંભીરને હટાવીને વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
- ગંભીર ઇશારા ઇશારામાં હંમેશા ધોની પર કેટલાક સીનિયર ખેલાડીઓની કારકિર્દી ખરાબ કરવાનો આરોપ લગાવતો રહ્યો છે.
સિલેક્શન બાદ ગંભીરે શું કહ્યું
- ગંભીરે ટ્વીટ કર્યુ, 'કોઇ ડેબ્યૂ કરનારા ખેલાડીની જેમ મારી અંદર ઉત્સાહ છે, રમતનો અનુભવ, એક નવા શીખેલા યુવાનની જેમ ગભરાઇ રહ્યો છું.'
- ભાવનાઓથી ભરપૂર ઇડન ગાર્ડનમાં આવી રહ્યો છું
- મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં ગંભીરે દિલીપ ટ્રોફી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
- ગંભીર ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં સતત ચાર અડધી સદી ફટકારી ચુક્યો છે.
- ડોમેસ્ટિક ક્રિકેટ સિવાય IPLમાં પણ ગંભીર સતત સારૂ પ્રદર્શન કરતો આવી રહ્યો છે.
- 34 વર્ષનો ગંભીર 2 વર્ષથી ટેસ્ટ અને 3.5 વર્ષથી વન ડે ટીમની બહાર હતો.
- ભારત માટે 56 ટેસ્ટ રમી ચુકેલા ગંભીરને લાંબા સમયથી નજર અંદાજ કરવામાં આવતો હતો.
- ગંભીરે પોતાની અંતિમ ટેસ્ટ ઓગસ્ટ 2014માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમી હતી.
ટ્વિટર પર આવા આવ્યા રિએક્શન
- એક યૂઝરે લખ્યું છે કે - એ કેટલું અજીબ હશે કે, જ્યારે કોહલી મેચ જીત્યા પછી સમગ્ર ટીમને ધોનીની બાયોપિક જોવા લઇ જશે. ગંભીર પણ ટીમમાં હશે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, આવા મજેદાર ટ્વીટ્સ......
અન્ય સમાચારો પણ છે...