તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે ફૂટબોલરના રૂપમાં પણ બાર્બી દેખાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટોય કંપનીએ અમેરિકન ફૂટબોલર એબી વેમબેક જેવી દેખાતી બાર્બી બનાવી
કેલિફોર્નિયા : અત્યાર સુધી તમે બાર્બી ડોલને અનેક રૂપમાં જોઈ હશે.પરંતુ હવે આપ તેને એક ફૂટબોલર ડોલના રૂપમાં જોઈ શકો છો.આ ટોય બનાવનારી કંપની માટેલે પૂર્વ અમેરિકન લેસ્બિયન ફૂટબોલર એબી વેમબેક જેવી દેખાતી ડોલ બનાવી છે. એબી બાર્બી નામની આ ડોલ અમેરિકન ફૂટબોલ ટીમના યૂનિફોર્મમાં છે. અને તેણે 20 નંબરની જર્સી પહેરી છે. એબીની જર્સીનો નંબર પણ આ જ છે.વેમબેકે સોશિયલ મિડિયા પર આ બાર્બીનો ફોટો શેર કર્યો છે. તેણે કહ્યું છે કે મને લાગે છે કે મને બહુ મોટું સન્માન મળી રહ્યું છે.

વેમબેકે ટ્વિટર પર લખ્યું કે હું આ સન્માન મેળવીને ખૂબજ ખુશ છું. આ બહુ મોટું એચિવમેન્ટ છે.તમારા પોતાના જેવી દેખાતી બાર્બી, આનાથી સારું શું હોઈ શકે. બીજી છોકરીઓની જેમ મને પણ બાળપણથી બાર્બી ડોલ પસંદ છે. વેમબેકે કહ્યુ્ં કે આ ડોલ યુવા છોકરીઓને પ્રોત્સાહિત કરશે. વેમબેકે બે દિવસ પહેલા જ પોતાની માતા જૂડીને તેના જેવી દેખાનારી ડોલ અંગે જણાવ્યું. તેની માતાએ કહ્યું કે આ આશ્ચર્યજનક છે.

મારી પુત્રી માટે આ બહુ મોટી ઉપલબ્ધિ છે. એબી બાર્બી બાર્બીના શેરો ક્લેક્શનનો ભાગ છે. જેમ બાર્બીએ તમામ મર્યાદાઓ તોડીને જેન્ડર ભેદને ખતમ કરીને દરેક સ્થળે પોતાની ઓળખ ઊભી કરી છે. આ કલેક્શનમાં પણ એ રીતની જ મહિલાઓની ડોલ બનાવાય છે.

ભૂતપૂર્વ ફૂટબોલર એબી વેમબેક બે વખત ઓલિમ્પિક અને એક વખત વર્લ્ડ કપ જીતનારી અમેરિકન ટીમની સભ્ય રહી ચૂકી છે. તેને છ વખત અમેરિકન ફૂટબોલર ઓફ ધ યર પસંદ કરાઈ હતી. તેણે 15 વર્ષ સુધી અમેરિકા માટે રમ્યા બાદ આ વર્ષે જ નિવૃત્તી લીધી હતી. તે અગાઉ પોતાની ફૂટબોલ ટીમની સાથી સારા હાફમેન સાથે લગ્ન કરવાને લીધે પણ ચર્ચામાં રહી ચૂકી છે. બન્નેએ 2013માં હવાઈમાં લગ્ન કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...