તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટ જગતના ટોપ-10 મોટા વિવાદ, જ્યારે મેદાન પર જ ઝઘડ્યા પ્લેયર્સ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતમાં રમાઇ રહેલ તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL)માં બે ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો હતો. ચેપોક સુપર ગિલીસ અને ડિન્ડીગુલ ડ્રેગોન્સ વચ્ચે મેચ દરમિયાન ડિન્ડીગુલના બેટ્સમેન જગદિશનને આઉટ કર્યા બાદ સાઇ કિશોર ઉત્સાહમાં આવી ગયો હતો અને તેને ધક્કો માર્યો હતો. જગદિશને પણ તેની સાથે રકઝક કરી હતી. આ સમયે નોન સ્ટ્રાઇક પર રહેલ આર.અશ્વિન પણ ગુસ્સે થયો હતો અને વિરોધી ટીમના ખેલાડી સાથે બોલાચાલી કરી હતી.
આ પહેલા પણ કેટલાક ખેલાડી આ રમતને બદનામ કરી ચુક્યા છે. જેમાં સૌથી બદનામ ડેનિસ લિલી અને જાવેદ મિયાંદાદના ઝઘડાને માનવામાં આવે છે.
ઇશાંત શર્મા અને કામરાન અકમલ
25 ડિસેમ્બર 2012માં બેંગલોરમાં રમાયેલ ટી-20 મેચમાં ઇશાંત શર્મા અને કામરાન અકમલ વચ્ચે ઝઘડો થયો હતો.
- વિવાદ એટલો વધી ગયો કે સુરેશ રૈનાએ વચ્ચે પડીને બન્નેને અલગ કરવા પડ્યા હતા.
- ઇશાંતને મેચ ફીના 15 ટકા જ્યારે કામરાનને 5 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.
બરમૂડાના ખેલાડીઓ વચ્ચે થયો ઝઘડો
- ચેમ્પિયન્સ ઓફ ચેમ્પિયન્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન ચાલુ મેચે બરમૂડાના ઇન્ટરનેશનલ ક્રિકેટર જેસન એન્ડરસન અને જ્યોર્જ 'ઓબ્રાયન ઝઘડી પડ્યા હતા.
- બ્રાયને એન્ડરસનને બેટથી મારવા પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ બન્ને વચ્ચે જોરદાર મારા મારી થઇ હતી.
- એન્ડરસને જ્યોર્જ ઓબ્રાયન પર લાતોનો વરસાદ પણ કર્યો હતો.
- આ ગેરવર્તણૂક બદલ જ્યોર્જ ઓ બ્રાયન પર છ મેચનો પ્રતિબંધ જ્યારે એન્ડરસન પર આજીવન પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
આગળની સ્લાઇડમાં જુઓ, ક્રિકેટ જગતના મેદાન પર થયેલા મોટા વિવાદ વિશે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો