મુંબઈ-ચેન્નાઈનો આજે એલિમિનેટર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાન સામેના વિજય બાદ મુંબઈનો આત્મવિશ્વાસ વધ્યો છે, ચેન્નાઈનાં તમામ પાસા મજબૂત છે

આશ્ચર્યજનક વિજય સાથે પ્લેઓફમાં વિજય મેળવ્યા બાદ ગત વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો બે વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપરકિંગ્સનો આઈપીએલના એલિમિનેટર રાઉન્ડમાં જોરદાર ટક્કર થશે. રવિવારે રાજસ્થાન રોયલ્સ સામે છેલ્લી ઘડીએ જોરદાર રમત બતાવીને રન રેટના આધારે પ્લેઓફમાં પ્રવેશનારી મુંબઈ ઈન્ડિયન્સ માટે સતત સારો દેખાવ કરી રહેલી અને મજબૂત જણાતી ચેન્નાઈ સામેનો બ્રેબોન સ્ટેડિયમ પરનો મુકાબલો આસાન નહિ‌ જ હોય.

કીવી બેટસમેન કોરી એન્ડરસને માત્ર ૪૪ બોલમાં ૯પ રન ઝૂડી કાઢી એકલે હાથે યજમાન ટીમને રાજસ્થાન સામે પાંચ વિકેટે વિજય અપાવ્યો હતો. ટીમે ૧૯૦ રનનો લક્ષ્યાંક ૧પ ઓવરમાં પૂરો કરવાનો હતો અને મુંબઈએ આ લક્ષ્ય ૧૪.૪ ઓવરમાં પાર પાડયું હતું.ગત સત્રની વિજેતા ઘણો સંઘર્ષ કરીને આ તબક્કે પહોંચી છે. રોહિ‌ત શર્માના નેતૃત્વ હેઠળની ટીમે યુએઈમાં સતત પાંચ પરાજયનો સામનો કર્યા બાદ ઘરઆંગણે જોરદાર વળતી લડત આપી હતી.મુંબઈ માટે ઓપનિંગની ચિંતા હવે ઉકલી ગઈ છે.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ખેલાડી મિચેલ હસ્સી અને વેસ્ટ ઈન્ડીઝના લેનડલ સિમોન્સની જોડી હવે ટીમને સારી શરૂઆત આપી રહી છે. સિમોન્સે તો એક સદી પણ ફટકારી છે. અંબાતી રાયડૂ અને સુકાની રોહિ‌ત શર્મા સારા ફોર્મમાં છે અને મિડલ ઓર્ડરમાં એન્ડરસન અને વેસ્ટઈન્ડીઝનો ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ શક્તિશાળી દેખાવ કરી રહ્યા છે.મુંબઈનું બોલિંગ આક્રમણ લસિથ મલિંગાની ગેરહાજરીમાં નબળું લાગે છે. મલિંગા ઈંગ્લેન્ડ સામેની શ્રેણી માટે શ્રીલંકાની ટીમ સાથે જોડાયો છે.