આજે આપણા માટે પાકિસ્તાનનો સફાયો જરૂરી, ભારત માટે જીત જરૂરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ટી-૨૦ વર્લ્ડ કપની સુપર-૮ મેચમાં બંને ટીમો ટકરાશે - જીવંત પ્રસારણ સાંજે ૭.૩૦ વાગ્યાથી સ્ટાર ક્રિકેટ અને ડીડી પરથી, સેમી ફાઈનલ માટે ભારતે જીતવી જરૂરી ટી-૨૦ વર્લ્ડ કપના સુપર-૮ રાઉન્ડમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-હીટ મુકાબલો યોજાશે. ટીમ ઇન્ડિયા માટે આ મેચ એક રીતે કરો યા મરો જેવી રહેશે કારણ કે સેમી ફાઇનલમાં પ્રવેશની આશા જીવંત રાખવા તેણે આ મેચ ગમે તેમ કરીને જીતવી જ પડશે. પ્રથમ મેચમાં ભારત ઓસ્ટ્રેલીયા સામે હાર્યું હતું. ટીમને સેમીફાઇનલમાં પ્રવેશવા રવિવારે પાક. પર વિજય મેળવો જરૂરી છે તથા ૨ ઓક્ટોબરના રોજ દક્ષિણ આફ્રિકાને હરાવવું પણ જરૂરી છે.