ભારતનો આજે ઈંગ્લેન્ડ સામે મુકાબલો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વુમન્સ વર્લ્ડ કપ: વેસ્ટ ઈન્ડીઝને પહેલી મેચમાં ૧૦પ રને હરાવનારી ભારતીય ટીમ ગત વખતની ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમ સામે આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઊતરશે આજે સ્પર્ધાની ચાર મેચોમાં તમામ આઠ ટીમ ભાગ લેશે
વેસ્ટ ઈન્ડીઝ સામેની પહેલી મેચમાં ૧૦પ રને વિજય મેળવ્યા બાદ અત્યંત ઉત્સાહિ‌ત ભારતીય ટીમનો આઈસીસી મહિ‌લા વિશ્વ કપ ક્રિકેટની તેની બીજી મેચમાં ગત ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે મુકાબલો થશે. મિતાલી રાજના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે બે દિવસ પહેલાં વેસ્ટ ઇન્ડીઝને રમતના દરેક વિભાગમાં નબળી સાબિત કરી દીધી હતી. પહેલી વિકેટ માટે વિશ્વ કપમાં ભારતની પહેલી સદી ફટકારનારી તિષુરકામિની મુરૂગેશન અને પૂનમ રાઉતે ૧૭પ રન ઉર્મેયા હતા.
બીજી બાજુ શ્રીલંકાએ શુક્રવારે છેલ્લા બોલે ઈંગ્લેન્ડ સામે રોમાંચક વિજય મેળવીને તેનું મનોબળ તોડી નાખ્યું હતું. પાંચમા વિશ્વ કપમાં રમી રહેલી ચાલરેટ એડવર્ડસના નેતૃત્વવાળી ઈંગ્લેન્ડની ટીમ પર વિજય મેળવવાનું ભારે દબાણ છે.
ભારત સામે હારવાથી તેમનો સતત બીજી વખત ખિતાબ જીતવાનનું સ્વપ્ન લગભગ તૂટી જશે. ત્રણ વખતની વિજેતા ઈંગ્લેન્ડની ટીમ અને ભારત તાજેતરમાં જ અનેક નજદીકી મુકાબલા રમી ચૂકી છે. ભારતે ૨૦૦૯-૧૦માં ૩-૨થી વિજય હાંસલ કર્યો હતો. ઈંગ્લેન્ડે પોતાની ભૂમિ પર છેલ્લી શ્રેણી આ અંતરથી જ જીતી હતી.
આ દરમિયાન ઈંગ્લેન્ડે ડર્બીમાં રમાયેલી એક મેચ પણ જીતી લીધી હતી. જોકે શુક્રવારે જે પ્રકારે શ્રીલંકાની ટીમે ઈંગ્લેન્ડની ટીમને હાર આપી હતી એ જોતાં મિતાલી રાજની ટીમનું મનોબળ વધ્યું હશે.
મિતાલીએ ઈંગ્લેન્ડના બોલિંગ આક્રમણને નબળું ગણાવતા કહ્યું હતું કે ઈંગ્લેન્ડની બેટિંગ સારી છે પરંતુ બોલિંગ નબળી છે.
તેઓ કેથરિન બ્રન્ટ પર મોટા ભાગે નિર્ભર છે. ગત વર્ષે અમે ઈંગ્લેન્ડ સામે રમ્યા ત્યારે અમારા બેટસમેનોને બહુ મુશ્કેલી પડી નહતી. અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. એડવર્ડસે કહ્યું કે અમે નહિ‌ જીતી શકીએ તો અમારા માટે સુપર સિક્સમાં પહોંચવું મુશ્કેલ હશે. આ સ્થિતિમાં દરેક ગ્રુપમાંથી એક ટીમ બહાર જશે. અને વેસ્ટ ઇન્ડીઝ બીજી મેચમાં શ્રીલંકાને હરાવી દે તો ભારત સામે હારી જવાથી ઈંગ્લેન્ડનો રસ્તો બંધ થઈ શકે છે.
આત્મવિશ્વાસથી ભરપૂર શ્રીલંકાનો વેસ્ટ ઇન્ડીઝ સામે મુકાબલો
મુંબઈ : ઈંગ્લેન્ડ સામે શુક્રવારે છેલ્લા બોલે મળેલા વિજયથી ઉત્સાહિ‌ત શ્રીલંકા આઈસીસી મહિ‌લા વિશ્વ કપ ક્રિકેટમાં રવિવારે વેસ્ટ ઇન્ડીઝ સામે પણ આ લય જાળવી રાખવા ઇચ્છશે. પહેલી મેચમાં ભારત સામે હારનારી વિન્ડીઝને હરાવીને શ્રીલંકાનો સુપર સિક્સમાં પ્રવેશ લગભગ નિ‌શ્ચિ‌ત થઈ જશે. શ્રીલંકાએ શુક્રવારે ઈંગ્લેન્ડ સામે એક વિકેટે ચમત્કારિક વિજય મેળવ્યો હતો. કૌશલ્યા લોકૂસૂરિયાએ ૪૧ બોલમાં પ૬ રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ સામે પણ કૌશલ્યા પાસે આવા જ દેખાવની આશા રહેશે. બીજી બાજુ ભારત સામે ૨૮પ રનના લક્ષ્યાંકનો પીછો કરતા કેરેબિયન ટીમ ૧૭૯ રનમાં આઉટ થઇ ગઇ હતી. શ્રીલંકન બોલરોએ વેસ્ટ ઇન્ડીઝની આક્રમક બેટિંગ કરતી ડિએન્ડ્રા ડોટિનથી બચવું પડશે જેણે ભારત સામે ૧૬ બોલમાં ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી ૩૯ રન બનાવ્યા હતા. શ્રીલંકાની સુકાની શશિકલા સિરિવર્ધનાએ કહ્યું કે વિન્ડીઝ સામે અમારો રેર્કોડ સારો છે. અમારું લક્ષ્ય સુપર સિક્સમાં પહોંચવાનું છે અને અમે રવિવારે જીતવાનો પ્રયાસ કરીશું. અમારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને અમારે તેમાંથી પાર ઉતરવાનું છે.
પાક.નો ન્યૂઝીલેન્ડ અને દ.આફ્રિકાનો ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો
કટક : પહેલી મેચમાં ભૂતપૂર્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે શર્મનાક હારનો સામનો કરનારી પાકિસ્તાની ટીમ મહિ‌લા વિશ્વ કપ ક્રિકેટની બીજી મેચમાં રવિવારે ન્યૂઝીલેન્ડ સામે સારો દેખાવ કરવા ઈચ્છશે. સના મીરના નેતૃત્વ હેઠળની પાકિસ્તાની ટીમ ૧૭૬ રનના જવાબમાં ૩૩.૨ ઓવરમાં માત્ર ૮૪ રન બનાવીને આઉટ થઈ ગઇ હતી. પાકિસ્તાની ફાસ્ટ બોલર અસ્માવિયા ઇકબાલ અને સ્પિનર સાદિયા યુસુફે ઓસ્ટ્રેલિયાને ૨૦૦ રનની અંદર જ અટકાવી દીધું હતું પરંતુ તેના બેટસમેનોએ તેને સાથ આપ્યો નહતો. અત્યાર સુધીમાં પ૩ વન-ડે રમી ચૂકેલી મીરે હવે મોરચો સંભાળવો પડે એમ છે. મધ્યમ ક્રમની કમાન ફાતિમા આબિદી, બિસમાહ મારુફ અને જવેરિયા ખાને સંભાળવી પડશે. બીજી બાજુ ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકા જેવી નબળી ટીમ સામે ૩૨૦ રન બનાવ્યા હતા. પાકિસ્તાન પાસે કાનિતા જલીલ, અસ્માવિયા, યુસુફ અને મીરના રૂપે અનુભવી બોલર્સ છે જે સામેની ટીમને ઓછા જુમલે અટકાવી શકે છે. ન્યૂઝીલેન્ડે સોફી ડેવાઈનના ૧૩૧ બોલમાં ૧૪પ રનની મદદથી દક્ષિણ આફ્રિકાને પહેલી મેચમાં ૧પ૦ રને હાર આપી હતી. ન્યૂઝીલેન્ડે પહેલા ૩૦૦થી વધુ રન બનાવ્યા અને ત્યાર બાદ દ. આફ્રિકાનો દાવ ૧૭૦ રને સમેટી દીધો હતો.