આજે ભારત-બ્રિટન બ્રોન્ઝ માટે રમશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુલતાન અઝલન શાહ કપ હોકી ટૂર્નામેન્ટમાં પાંચ વખતની ચેમ્પિયન ભારતીય ટીમ રવિવારે ત્રીજા સ્થાન માટે ગ્રેટ બ્રિટન સામે મુકાબલો કરશે. બ્રોન્ઝમેડલના આ મુકાબલા બાદ ન્યૂઝીલેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે ફાઇનલ રમાશે. ભારતે આ વખતે મિશ્ર દેખાવ કર્યો હતો અને છ મેચમાંથી નવ પોઇન્ટ હાંસલ કરીને ચોથા ક્રમે રહ્યું હતું જ્યારે બ્રિટને શનિવારે પાકિસ્તાનને ૨-૧થી હરાવીને ૧૧ પોઇન્ટ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ગયા સપ્તાહે બ્રિટન સામેની મેચમાં ભારતનો ભારે રસાકસી બાદ ૨-૩થી પરાજય થયો હતો. શનિવારે આર્જેન્ટિનાએ મલેશિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ટૂર્નામેન્ટની સૌથી નિરાશાજનક બાબત પાકિસ્તાનનો દેખાવ રહ્યો હતો. ૧૯૮૩થી રમાતી આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન પહેલી વાર સાતમા અને છેલ્લા ક્રમે રહ્યું હતું. આ વખતે તે છ મેચમાંથી માત્ર એક જ મેચ જીતીને ત્રણ પોઇન્ટ હાંસલ કરી શક્યું હતું.વર્તમાન ટૂર્નામેન્ટમાં ફોર્મની રીતે રવિવારની ફાઇનલ જીતવા માટે ન્યૂઝીલેન્ડની ટીમ ફેવરિટ છે.