તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

TNPLમાં બે પ્લેયર્સ વચ્ચે ઝઘડ્યો, શાંત સ્વભાવનો અશ્વિન થયો ક્રોધિત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચેન્નાઈ : તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL)માં બે પ્લેયર્સ વચ્ચે ઝઘડાનો મામલો બહાર આવ્યો છે. આ ઘટનાના કારણે શાંત સ્વભાવનો આર.અશ્વિન પણ ગુસ્સે થઈ ગયો હતો. આ ઘટના બની ત્યારે અશ્વિન નોન સ્ટ્રાઇક એન્ડ પર હતો.
શું હતો મામલો
- તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL)માં ગુરૂવારે ચેપોક સુપર ગિલીસ અને ડિન્ડીગુલ ડ્રેગોન્સ વચ્ચે મેચ રમાઈ હતી.
- ચેપોક સુપર ગિલીસે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 172 રન બનાવ્યા હતા.
- જવાબમાં ડિન્ડીગુલ ડ્રેગોન્સની ટીમે પણ શાનદાર બેટિંગ કરી હતી.
- આ સમયે 15મી ઓવરમાં ફેંકવા માટે સ્પિનર સાઇ કિશોર આવ્યો હતો અને તેણે પાંચમાં બોલે જગદિશન નારાયણને આઉટ કર્યો હતો.
- જગદિશનને 53 બોલમાં 60 રન બનાવ્યા હતા.
- જગદિશનને આઉટ કર્યા બાદ સાઇ કિશોર ઉત્સાહમાં આવી ગયો હતો અને જગદિશનને ધક્કો માર્યો હતો.
- જગદિશને પણ તેની સાથે રકઝક કરવા લાગ્યો હતો.
- આ સમયે નોન સ્ટ્રાઇક પર રહેલો કેપ્ટન આર. અશ્વિન પણ ગુસ્સે થયો હતો અને હરિફ ટીમના પ્લેયર્સ સાથે બોલાચાલી થઈ હતી.
- અમ્પાયર્સ અને સાથી પ્લેયર્સ વચ્ચે આવ્યા હતા અને મામલાને શાંત પાડ્યો હતો.
- આ મેચમાં ચેપોક સુપર ગિલીસનો 6 રને વિજય થયો હતો.
શું છે તમિલનાડુ પ્રીમિયર લીગ
- તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL)ઇન્ડિયન ટી-20 લીગ છે. જે તમિલનાડુમાં રમાય છે.
- તમિલનાડુ ક્રિકેટ એસોસિયેશન દ્વારા આ લીગ રમાડવામાં આવે છે.
- આ લીગમાં 8 ટીમો ભાગ લઈ રહી છે. આ વખતે પ્રથમ સિઝન છે.
- બીસીસીઆઈને પણ આ લીગને મંજુરી આપેલી છે.
- આ લીગ બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ એન.શ્રીનિવાસનને શરૂ કરી છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, TNPLમાં પ્લેયર્સ વચ્ચે થયેલી રકઝકની તસવીરો.......
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો