તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઉથીનો તરખાટ, પાકિસ્તાનનો ધબડકો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેમિલ્ટન: બેટ્સમેનોએ આપેલા ઉપયોગી યોગદાન બાદ ટીમ સાઉથી તથા નીલ વેગનરે કરેલી ઘાતક બોલિંગની મદદથી ન્યૂઝીલેન્ડે અહીં રમાઇ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં પ્રવાસી પાકિસ્તાન સામે મજૂબત સ્થિતિ મેળવી લીધી હતી. ન્યૂઝીલેન્ડે પોતાના પ્રથમ દાવમાં 271 રન કર્યા હતા. જેના જવાબમાં બીજા દિવસની રમત પૂરી થઇ ત્યારે પાકિસ્તાનનો રકાસ થયો હતો અને તેણે 76 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. તે સમયે બાબર આઝમ 34 રન તથા સરફરાઝ અહેમદ નવ રન કરીને રમતમાં હતા.

પાકિસ્તાન હજી પણ ન્યૂઝીલેન્ડ કરતાં 195 રન પાછળ છે. સાઉથીએ 26 રનમાં ત્રણ વિકેટ તથા વેગનરે બે વિકેટ લીધી હતી. અગાઉ ન્યૂઝીલેન્ડે પોતાનો બીજો દિવસ બે વિકેટે 77 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ઓપનર જીત રાવલે 55 રન ફટકાર્યા હતા. વોટલિંગે 49 રન તથા ગ્રાન્ડહોમ અને ટેલરે 37-37 રન કર્યા હતા .
અન્ય સમાચારો પણ છે...